વાંકાનેરના ધમલપર ગામમા જુગાર રમતા 10 ઝડપાયા

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં જુગારની મોસમ ખીલી ઉઠી હોય એમ ઠેર ઠેર જુગાર રમાતો હોવાથી પોલીસે પણ કડક કાર્યવાહી કરી હતી. જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરાત્રે વાંકાનેરના ધમલપર ગામમા જુગાર રમતા દસ આરોપીઓને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એન.એ.વસાવા તથા સર્વેલન્સ ટીમ તથા પો.સ્ટેના સ્ટાફના માણસો જુગારની રેડની કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ શક્તિસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઇ ભુરાભાઈ સોલંકીને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, ધમલપર ગામમા પટ્ટમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે અમુક ઈસમો જાહેરમા ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા સંજયભાઇ રવજીભાઇ બાવરવા, રણછોડભાઇ ભવાનભાઇ બાવરવા, દિપકભાઇ દેવશીભાઇ અબાસણીયા, અજયભાઇ ગગજીભાઇ બાવરવા, દલશુખભાઇ મનજીભાઇ દેત્રોજા, હિતેશભાઇ દેવરાજભાઇ બાવરવા, રાજેશભાઇ ભીમાભાઇ બાવરવા, નવઘણભાઇ ચતુરભાઇ અબાસણીયા,જયદીપભાઇ દીલીપભાઇ ધામેચા, રાયસીંગભાઇ છનાભાઇ બાવરવાને રોકડા રૂપીયા ૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

- text