20 જુલાઇની જામનગર-કટરા ટ્રેન પોણા છ કલાક મોડી ઉપડશે

- text


 

રાજકોટ : રતલામ ડિવિઝનના મંગલમહુડી-લીમખેડા સેક્શનમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. પેરિંગ રેક મોડી આવવાના લીધે 20મી જુલાઈ, 2022 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 12477 જામનગર – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ટ્રેનને રિશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન જામનગર થી 20મી જુલાઈ, 2022ના રોજ તેના રેગ્યુલર સમય સવારે 08.15 વાગે ના બદલે બપોરે 14.00 વાગે ઉપડશે. આ ટ્રેન રાજકોટ તેના રેગ્યુલર સમય થી આશરે 5 કલાક 30 મિનિટ મોડી પહોંચવાની શક્યતા છે.

- text

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી લેટેસ્ટ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text