રેસિપી અપડેટ : વારંવાર ખાવાનું મન થાય તેવી આ ક્રિસ્પી પુરી એકવાર જરૂર ઘરે બનાવો

- text


ગુજરાતીઓના ઘરમાં હંમેશા ફરસાણની વસ્તુઓ હાજર જ હોય છે. ગાંઠિયા, સેવ, પૂરી, ચેવડો, ચવાણું વગેરે ફરસાણ વગર આપણને ચાલે જ નહીં. ત્યારે આજે ફરસાણની એક મસ્ત મજાની વાનગી લઈને તમારા માટે આવ્યા છીએ. મહિલાઓ કહેતી હોય છે કે ઘરે ક્રિસ્પી પૂરી બજાર જેવી બનતી નથી. ત્યારે આજે અમે જે રીત અને રેસિપી જણાવીશું તેવી રીતે બનાવશો તો ઘરે પણ ક્રિસ્પી પૂરી બનશે અને ઘરના સભ્યોને પસંદ પણ આવશે.


સામગ્રીઃ

3 કપ ચણાનો લોટ, હળદર, સોજી, તેલ, અજમો, પાણી, તળવા માટે તેલ, સ્વાદાનુંસાર મીઠું..


બનાવવાની રીતઃ

ક્રિસ્પી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લો અને સોજી લો. આ ચણાના લોટમાં અજમો, હળદર, ચપટી સોડા અને તેલ ઉમેરો.
ત્યારબાદ હવે આમાં ધીરે-ધીરે પાણી ઉમેરો અને લોટ બાંધી લો. આ લોટમાંથી નાના-નાના ગુલ્લા વાળી લો.
હવે આ ગુલ્લામાંથી હળવા હાથે પુરી વણો.

- text

ત્યારબાદ એક પ્લેટમાં આ નાની-નાની પૂરી વણીને મુકો. પછી આ પૂરીને કાણાંવાળી ચમચીથી કાણાં પાડી લો જેથી કરીને ફુલે નહિં. આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં એક-એક કરીને પૂરી નાંખતા જાવો.
આછા બ્રાઉન રંગની થાય એટલે પૂરીને બહાર એક પ્લેટમાં કાઢી લો.
તો તૈયાર છે ક્રિસ્પી પૂરી.

જો તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે. આ પૂરી ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આ પૂરી તમે બાળકોને દિવસમાં 4 થી 5 વાર આપો છો તો પણ સ્વાસ્થ્યને કોઇ નુકસાન થતુ નથી અને ચણાનો લોટ પચવામાં સરળ હોવાથી એ જલદી પચી પણ જાય છે. આ પૂરીનો ભુક્કો કરીને તમે આંબલીની ચટણી, લીલી ચટણી, ડુંગળી, ટામેટા નાંખીને ચાટ પણ બનાવી શકો છો. આ ચાટ પણ ખાવાની બહુ જ મજા આવે છે. તમે એક વાર આ પૂરી ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.


- text