કોરોના અપડેટ : આજે નવા 10 કેસ નોંધાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં આજે 10 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 51 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 890 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 1 અને મોરબી ગ્રામ્યમાં 6, હળવદ ગ્રામ્યમાં 3 મળી કુલ 10 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ વાંકાનેરના 1 દર્દી રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 51 થઈ ગયા છે.

- text