ભુજ- પુના સપ્તાહિક ટ્રેનને હળવદ રેલવે સ્ટેશને મળ્યો સ્ટોપેજ

- text


 

ટ્રેનને આવકારવા કાલે કાર્યક્રમ : કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા વર્ચ્યુઅલી જોડાશે

હળવદ : હળવદવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર છે કે ભૂજ – પુના (સાપ્તાહિક) એકસપ્રેસ ટ્રેન ( ટ્રેન નંબર ૧૧૦૯૧ / ૧૧૦૯૨ ) જે આવતીકાલે ૨૦ તારીખ અને બુધવારના રોજ સાંજે ટ્રેન સ્ટોપ કરશે અને પછી નિયમિત દર અઠવાડિયે ટ્રેન સ્ટોપ કરશે જેથી ભુજ અને પુના જવા માટે મુસાફરો વધુ એક સુવિધા મળી રહેશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અથાગ પ્રયાસોથી આ ટ્રેનને સ્ટોપેજ મળેલ છે અને આગામી સમયમાં સૈયાજીમગરી અને ભુજ બાંદ્રાને સ્ટોપેજ આપવામાં માટે તેઓ પ્રયત્નશીલ છે ત્યારે આવતીકાલે સાંજે ભૂજ – પુના ટ્રેનના હળવદ સ્ટોપેજ કાર્યક્રમ સાંજે ૪:૦૦ કલાકે શરૂ થશે અને ૪:૫૦ એ ટ્રેન પહોંચશે અને આ કાર્યક્રમમાં ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા વર્ચ્યુઅલી જોડાશે. સાથે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા , પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિત વેપારી આગેવાનો અને વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ હાજરી આપશે તો આ કાર્યક્રમમાં પધારવા હળવદ શહેર અને તાલુકાની જનતાને નિમંત્રણ અપાયું છે.

- text