જાત મહેનત જિંદાબાદ: ભડીયાદ રોડ પર પડેલા ખાડા દુકાનદારોએ જાતે બુર્યા

- text


 

મોરબી: મોરબીમાં ચોમાસામાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય રહ્યા છે. ત્યારે મોરબીના ભડીયાદ રોડ પર દુકાનદારોએ તંત્ર પાસે અપેક્ષા રાખ્યા વગર રોડ પર પડેલા ખાડાઓ જાતે બૂરી દીધા હતા.

મોરબીના ભડીયાદ રોડ પર પોસ્ટ ઓફિસથી નજરબાગ જવાના રસ્તા પર અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે. આ ખાડામાં જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે રોડ પરના દુકાનદાર જનકસિંહ ઝાલા અને અન્ય દુકાનદારએ સાથે મળીને તંત્રની રાહ જોયા વિના જ પોતાની ખાડા પૂરવાની કામગીરી કરી હતી. આમ દુકાનદારોએ આ કામગીરી કરીને લોકોને પણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

- text

- text