માળિયાથી નેશનલ હાઇવે સુધીનો અત્યંત બિસ્માર રોડ રીપેર કરવાની માંગ

- text


માળિયા : માળિયા (મિ)ના નેશનલ હાઇવેથી જૂની મામલદાર ઓફીસ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો તાકીદે રીપેર કરાવવાની માંગ સાથે સામાજિક આગેવાને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે આ રસ્તા બાબતે માળિયા ના જાગૃત નાગરિક દ્વારા ઉપવાસ અંદોલન પણ કરવામાં આવેલ હતું અને ત્યારે આ રસ્તો રીપેર કરવાની લેખિત બાહેંધરી મામલતદાર દ્વારા આપવામાં આવેલ હતી.

- text

વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારના મંત્રી તેમજ અહીંના ધારાસભ્ય દ્વારા સમયાંતરે જાહેરાતો કરવામાં આવતી હોય છે કે આ રોડ મંજુર કરાવ્યો, પેલો ઓવેર બ્રીજ મંજુર કરાવ્યો. અને કામ ચાલુ થાય કે નો થાય પણ ખાતમુહૂર્ત તો અચૂક કરે જ.જો સરકાર વવાણિયાથી માળિયાના રોડ માટે ૧૦૪ કરોડ રૂપિયાના ખર્ચે રોડ કરવાની મંજુરી આપતી હોય, તો આતો ત્રણ કિલો મીટર નો રોડ છે. અને તેને પણ રીપેર કરવાનો છે .તો તે શા માટે નથી કરતી તેવો લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે.

.

- text