હળવદના વતની તબીબ અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓને આપી રહ્યા છે સારવાર

- text


હળવદ : ગુજરાતના ડોકટરો હવે કાશ્મીરની અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે. તારીખ 11 થી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 2 ડોક્ટરોને ચાલી રહેલ અમરનાથ યાત્રામાં સેવા માટે મોકલી આપવામાં આવ્યા છે. જેમાંના એક ડોક્ટર ધવલ ગોસાઈ કે જે મૂળ હળવદ ગામના વતની છે.

જમ્મુ કાશ્મીર સરકાર અને ગુજરાત સરકારના કરાર મુજબ 2 ડોકટોરને અમરનાથ યાત્રામાં યાત્રિકોની મેડિકલ સારવાર માટે સેવાની માગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ધવલ ગોસાઈ અને રાજકોટ તાલુકાના બેડલાં આરોગ્ય કેન્દ્રના રિંકલ વિરડિયાને સેવા માટે મોકલવામાં આવ્યા છે.

ડોક્ટર ધવલ ગોસાઈ અમરનાથ યાત્રાના રૂટ ઉપર 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યાં છે, અહીં તે પસાર થતા યાત્રિકોની મેડિકલ તપાસ કરી રહ્યાં છે, ખાસ તો ઉંચાઈ ઉપર જે યાત્રિકોને હાઈ ઓલ્ટીટ્યૂડ સિન્ડ્રોમની અસર થાય તેની ઇર્મજન્સી સારવાર કરીને બરોબર થાય પછી જ આગળ મોકલી રહ્યાં છે.

બંને ગત તારીખ 11ના રોજ 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર કાલીમાતા મેડિકલ સેન્ટરમાં સેવા માટે પહોંચી ગયા છે અને સેવા આપી રહ્યા છે ત્યારે હળવદના ડોકટર કે જેમણે પ્રાથમિક શિક્ષણ પણ હળવદમાં જ લીધું છે તેવા ડોકટર જીવ ના જોખમે અમરનાથ યાત્રીઓની દિલ દઈને સેવા કરી રહ્યા છે એ વાત જાણીને હળવદના લોકો ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે.

- text

- text