મોરબીમાં સાંજે 4થી6 દરમિયાન અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા અવિરતપણે મેઘકૃપા વરસાવી રહ્યા છે.ત્યારે આજે સવારથી બપોરના 4 સુધી ઉઘાડ રહ્યા બાદ સાંજે 4 વાગ્યે મોરબીમાં અચાનક આકાશમાં ઘટોટપ કાળા ડિબાંગ વાદળો છવાતા મેઘરાજા વરસી પડ્યા હતા અને મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવતા ચારેતરફ પાણી-પાણી થઈ ગયું હતું.

- text

દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં આજે બપોરે 4થી સાંજના 6 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 15 મિમી એટલે અડધો ઇંચ, ટંકારામાં 3 મિમી, વાંકાનેરમાં 6 મિમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને મોરબીમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડી જતા ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા. જો કે હાલ મેઘવીરામ જોવા મળી રહ્યો છે.

- text