24 કલાકમાં માળીયામાં 3, ટંકારામાં પોણા ત્રણ, મોરબીમાં પોણો ઈંચ

- text


આજે સવારે 6થી8 દરમિયાન મોરબીમાં વધુ એક ઇંચ ખાબક્યો

મોરબી : મોરબીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી મેઘરાજા આક્રમક બનીને બેટીંગ કરી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં માળીયા ઉપર મહેરબાન બનીને મેઘરાજાએ ત્રણ ઇંચ પાણી વરસાવ્યું છે. તેંમજ ટંકારામાં પણ પોણા ત્રણ ઇંચ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો.દરમિયાન આજે સવારે 6થી8 દરમિયાન મોરબીમાં વધુ એક ઇંચ ખાબક્યો હતો.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં છેલ્લા 24 કલાક એટલે સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવારે સવારે 6 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ માળીયામાં મેઘરાજા ઓળઘોળ બનીને 73મિમી એટલે ત્રણ ઇંચ પાણી વરસાવ્યું છે. તેમજ ટંકારામાં 67મિમી, મોરબીમાં 18 મિમી, વાંકાનેરમાં 18 મિમી અને હળવદમાં 17 મિમી વરસાદ વરસ્યો હતો.

દરમિયાન આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 24 મિમી એટલે એક ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. આ સિવાય જિલ્લામાં ક્યાંય પણ આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદ નોંધાયો નથી. જો કે જિલ્લા કંટ્રોલ રૂમમાં ક્યાંય પણ પાણી ભરાવવાની ફરિયાદ મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરાત્રિથી મોરબી જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પણ હાલ સવારે મોરબી સિવાય ક્યાંય વરસાદ નોંધાયો નથી અને હજુ વરસાદ ધીમીધારે ચાલુ છે. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને ઠેરઠેર પાણી ભરાયા છે.

- text

- text