મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ નવા નીરની આવક, મચ્છુ 3 ઓવરફ્લો થવાની તૈયારીમાં

- text


જિલ્લાના દસે દસ જળાશયોમાં નવા નિરની ઘીગી આવક

મોરબી : મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જિલ્લાના દસે દસ જળાશયોમાં નવા નિરની ઘીગી આવક થઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ નવા નીરની આવક થઈ છે.

મોરબી જિલ્લાના દસ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલું નવું પાણી આવ્યું તે અંગે જિલ્લા સિંચાઈ વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ મચ્છુ-1 ડેમમાં 0.52 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 3.38 ફૂટ, ડેમી-1 ડેમમાં 1.31 ફૂટ, ઘોડાધ્રોઈ ડેમમાં 1.64 ફૂટ, ડેમી-2 ડેમમાં 1.64 ફૂટ, બગાવડી ડેમમાં 2.95 ફૂટ, બ્રાહ્મણી-1 ડેમમાં 8.69 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.49 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 8.46 ફૂટ, ડેમી-3 ડેમમાં 0.98 ફૂટ નવું પાણી આવ્યું છે.

- text

જ્યારે મોરબી જિલ્લાના દસ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો મચ્છુ -1 ડેમમાં 61મિમી, મચ્છુ-2 ડેમમાં 23 મિમી, ડેમી-1 ડેમ ઉપર 60 મિમી, ડેમી-2 ડેમ ઉપર 30 મિમી, ઘોડાધ્રોઈ ડેમ ઉપર 16 મિમી, બંગાવડી ડેમ ઉપર 65 મિમી, બ્રાહ્મણી-1 ડેમ ઉપર 47 મિમી, બ્રાહ્મણી-2 ડેમ ઉપર 35, મચ્છુ-3 ડેમ ઉપર 18 મિમી, ડેમી-3 ડેમ ઉપર 65 મિમી વરસાદ પડ્યો હતો.

- text