માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા શાળામાં ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

- text


વિધાર્થીઓને હેલમેટ, શીટબેલ્ટ, ટ્રાફીક સિગ્નલ ચાલુ ડ્રાઇવીંગ મોબાઇલ ઉપયોગ, નશાકારક પદાર્થનું સેવન કરીને વાહન ચલાવુ નહી, પાર્કિંગ તથા રોડ સેફટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપી

માળીયા : માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા શાળામાં ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલી સે વિધાર્થીઓને હેલમેટ, શીટબેલ્ટ, ટ્રાફીક સિગ્નલ ચાલુ ડ્રાઇવીંગ મોબાઇલ ઉપયોગ, નશાકારક પદાર્થનું સેવન કરીને વાહન ચલાવુ નહી, પાર્કિંગ તથા રોડ સેફટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપી હતી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામા ગંભીર પ્રકારના રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા સારૂ ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમ કરવાની સુચના આપવામાં આવતા નાયબ પોલીસ અધિ. આઇ એમ પઠાણ તથા સી.પી.આઇ. પી.એચ.લગધીરકાના માર્ગદર્શન હેઠળ માળીયા પોસ્ટે દ્વારા રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકને જાગૃત કરવા માટે આજે ઉચ્ચતર માધ્યમિક વિધાલય સરવડ ખાતે ટ્રાફીક અવેરનેશ સબબ જીલ્લા ટ્રાફીક શાખાના કર્મચારીઓને સાથે રાખીને એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતું.

આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓને હેલમેટ, શીટબેલ્ટ, ટ્રાફીક સિગ્નલ ચાલુ ડ્રાઇવીંગ મોબાઇલ ઉપયોગ, નશાકારક પદાર્થનું સેવન કરીને વાહન ચલાવુ નહી, પાર્કિંગ તથા રોડ સેફટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપવામા આવેલ હતી. જેમા ૧૪૦ થી ૧૫૦ શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકો હાજર રહેલ હતા. તથા શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોને ટ્રાફીક અવેરનેશ સબબ પેમ્પલેટ વહેંચવામાં આવેલ તથા માળીયા પો.સ્ટેના સી ટીમના કર્મચારીઓ દ્વારા શાળાની વિધાર્થીનીઓને કોઇ આવારા તત્વો હેરાન પરેશાન ન કરે તથા ગુડ ટચ તથા બેડ ટચ વિશે જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હતું.

- text

- text