માળિયા નજીક ટ્રકમાં માટીની બોરીઓની આડમાં લઈ જવાતો રૂ. 46 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- text


 

દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ગાંધીધામ લઇ જવાતો હતો, એકની ધરપકડ : દારૂનો માલ મોકલનાર અને દારૂ મંગાવનારના નામો ખુલ્યા : વિદેશી દારૂ, ટ્રક સહિત કુલ રૂ.56 લાખનો મુદામાલ કબ્જે

મોરબી : માળીયા નજીક મોરબી એલસીબીને આજે મોટાપાયે વિદેશીદારૂનો જથ્થો પકડી લેવાની સફળતા મળી છે. જેમાં ટ્રકમાં માટીની બોરીઓની નીચે છુપાવી મધ્યપ્રદેશથી ગાંધીધામ લઇ જવાતા વિદેશીદારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.જેમાં રૂ. 46,14,960ની કિંમતની 11,208 વિદેશી દારૂ બોટલો તેમજ ટ્રક મળી રૂ.56,23,360નો મુદામાલ કબ્જે કર્યો હતો.

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ ઇન્સ. એન.બી.ડાભી, એનએચ ચુડાસમા તથા એલ.સી.બી સ્ટાફના માણસો કાર્યરત હતા.તે દરમ્યાન પો.હેડકોન્સ. રામભાઇ મઢ, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે અમદાવાદ થી માળીયા મિ તરફ આવતી ટાટા ટૂકમાં માટી ભરેલ બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપી હનુમાનરામ વીરમારામ જાખડ-ચૌધરી (રહે કકરાણા મુલાની તા.સેડવા થાણુ બાકાસર જી. બાડમેર રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.

આરોપીની પૂછપરછમાં દારૂનો માલ મોકલનાર નાથારામ તગારામ ચૌધરી (રહે વેરારી હાથલા તા.સેડવા જી.બાડમેર)નું નામ ખુલ્યું છે. જ્યારે માલ મંગાવનાર મોબાઈલ નંબર મળ્યા છે. હાલ પોલીસે આરોપીના કબ્જામાંથી મેકડોવેલ્સ ૦૧ કલાસીક બેન્ડ ઓરીજનલ વ્હીસ્કીની બોટલો નંગ-૭૯૨૦ કિ.રૂ.૨૯,૭૦,૦૦૦, રોયલ સ્ટગ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૧૬૪ કિ.રૂ.૪,૬૫,૬૦૦, રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૧૮૮ કિ.રૂ.૬,૧૭,૭૬૦, ઓલ સીઝન ક્રોનોઇઝર કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૯૩૬ કિ.રૂ.૫,૬૧,૬૦૦, ટાટા કંપનીની ટ્રક નંબર-GJ-05-AU-5148 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦, રોકડા રૂપીયા-૩૪૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૫૬,૨૩,૩૬૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

દારની રેઇડમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ,સી.બી. મોરબી તથા Psi એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તથા AHTU, ટેકનીકલ સ્ટાફ, વિગેરે સ્ટાફ જોડાયો હતો.

- text