વાહનચાલકોને ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરતા ડીવાયએસપી

- text


મોરબી : મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને તાલુકા પોલીસ દ્વારા આજે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેના રફાળેશ્વર ચાર રસ્તા અને ગાયત્રી સ્કૂલ મકનસર ખાતે પોલીસની ટિમ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ ફેલાવી હતી. આ વેળાએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ફૂલ આપીને નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીવાયએસપી પઠાણની પણ ઉપસ્થિતિ રહી હતી.

- text