મોરબીમાં નવા રોડના આડેધડ કામને લીધે રોડ પર વરસાદી પાણી ભરાયા

- text


રોડનું લેવલીંગ જ ન થતા પાણીનો નિકાલ અટકી જતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબી નવા બનેલા રોડ ઉપર હમમાં પડેલા વરસાદના પાણી ભરાયા છે. એનું મુખ્ય કારણ એ છે કે એ રોડનું કામ આડેધડ અને લેવલિંગ વગર થતા આ પાણી ભરાવાની સ્થિતિ ઉદભવી છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

મોરબી શહેરમાં હમણાં ઠેરઠેર નવા ડામર કે સીસીરોડ બનાવવાં આવ્યા છે. પણ વરસાદ પડતાં આ નવા રોડ ઉપર જ્યાં મુશ્કેલી થવી જ ન જોઈએ તે મુશ્કેલી ઉભી થઇ છે. નવા રોડ ઉપર વરસાદના પાણી ભરાયા છે . કારણ કે નવો રોડ બનાવતી વખતે વરસાદી પાણીનો નિકાલ કેવો રીતે કરવો તેની કોઈ કાળજી રાખવામાં આવી ન હતી. આમ કોન્ટ્રાકટરોના અણઘડ કામગીરીને કસરણે હવે શેરી પાણી ઘરમાં ઘૂસી જાય તેવી નોબત આવી છે.

દરમિયાન શનાળા બાયપાસ ઉપર પાપાજી ફનવર્લ્ડની પાછળ તેમજ જીઇબીની કચેરી સામે આવેલ ફિદાઈ પાર્કમાં વરસાદના પાણી ભરાયા છે. હાલ આ મેઈન રોડ ઉપર પાણી ભરાયા છે. આ નવો રોડ બન્યો હોય પણ નવા રોડનું કોન્ટ્રાકટરોએ ઘરની ધોરાજીથી અણધડ કામ કરતા આ પરિસ્થિતિ ઉદભવી છે. ટેથી હવે રોડમાં ભરેલા પાણી ઘરમાં ઘુસી જાય એ પહેલાં તંત્રને કાર્યવાહી કરવા અબ્દુલ બુખારીએ રજુઆત કરી છે.

- text

- text