અગ્નિપથ યોજના વિરોધમાં મોરબીમાં કોંગ્રેસના ઘરણા

- text


કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોએ અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ કરી આવેદન આપ્યું

મોરબી : સરકારે બેરોજગારી દૂર કરવા અને નવલોહિયા યુવાનોને દેશની સેવામાં જોડાવવા માટે અમલમાં મુકેલી અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા.કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોએ અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ કરી આવેદન આપ્યું હતું.

મોરબીની જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણાનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણી અને કાર્યકરોએ સરકારની અગ્નિપથ યોજનાનો સખત વિરોધ કર્યા હતો અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે બગર વિચાર્યે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમજ અગ્નિપથના નામે ગુમરાહ કરવાનું બંધ કરો, દેશન લશ્કરમાં કોન્ટ્રાકટ પધ્ધતિ નહિ ચાલે,ચાર વર્ષની નોકરી નહિ પણ લશ્કરી ભરતીના નિયમ પ્રમાણે નોકરી આપો તેવા બેનરો-સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી બાદમાં કલેકટરને આવેદન આપ્યું હતું.

- text

- text