મોરબીમાં બારશાખ રજપૂત સમાજનો વિદ્યાર્થી સમ્માન સમારોહ યોજાયો

- text


સિધ્ધપુરિયા બારશાખ રજપુત સમાજ મોરબી દ્વારા આયોજન

મોરબી : સિધ્ધપુરિયા બારશાખ રજપુત સમાજ મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિધ્યાર્થીઓને તેમના માતા પિતાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સિધ્ધપુરિયા બારશાખ રજપુત સમાજ મોરબી દ્વારા ગઈકાલે તા.26ને રવિવારે ગયા વર્ષે જે વિદ્યાર્થિઓ પોતાની મહેનતથી અને માતા પિતાના આશીર્વાદથી પાસ થયા હતા. તે વિદ્યાર્થિઓને જ્ઞાતિના પંચ દ્વારા સમ્માન કરવાનું આયોજન કરેલ હતું તથા બારશાખ રજપુત સમાજના નવા ટ્રસ્ટીઓ દ્વારા નવતર પ્રયોગ કરી વિદ્યાર્થિઓને ઈનામ વિતરણ વિદ્યાર્થિઓના માતા પિતાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિઓ અને તેના માતા પિતા તથા સમાજના વડીલો હાજર રહ્યા હતાં અને સમાજના યુવા કાર્યકર્તાના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સરસ રીતે કરવામાં આવ્યો હતો.

- text

- text