માળીયા નજીક આંગડિયા પેઢીના રૂ.62.50 લાખની ઉઠાંતરી કરનાર ચાર આરોપી ઝડપાયા

- text


આગાંડીયા પેઢીનો રૂપિયા ભરેલા પાર્સલની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો, એક આરોપી પાસેથી બે પિસ્તોલ, 8 જીવિત કારતુસ મળ્યા 

મોરબી : માળીયા નજીક કચ્છ-રાજકોટ રૂટની એસટી બસમાંથી આંગડિયા પેઢીના ઘટનાની અંખરે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. એલસીબી સહિતની પોલીસની ટીમોએ આ ઘટનાની મૂળ સુધી પહોંચી ટીપ આપનાર રાપરનો શખ્સ તેમજ મુખ્ય સૂત્રધાર અને લૂંટ માટે મધ્યપ્રદેશની ગેંગની પણ સંડોવણી હોવાથી પોલીસે આ તમામ દિશામાં સઘન તપાસ ચલાવીને હાલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જો કે એક આરોપી પાસેથી બે પિસ્તોલ, 8 જીવિત કારતુસ મળ્યા છે.

આંગડિયા પેઢીનો કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમોરે રાપરથી રૂ.62.50 લાખ થેલામાં ભરીને મોરબીની આંગડિયા પેઢીમાં જમા કરવા માટે ગત તા.4 જુનના રોજ રાપર-રાજકોટ રૂટની બસમાં બેસીની આવી રહ્યો હતો. આ બસ માળીયા નજીક આ બસે હોલ્ટ કરતા કર્મચારી પણ થેલો બસમાં જ રાખીને પેશાબ કરવા નીચે ઉતાર્યો હતો. એટલી વારમાં અજાણ્યા શખ્સો બસમાં ચડીને આંગડિયા પેઢીના રૂ 62.50 લાખ ભરેલો થેલો ઉપાડીને ભાગી છૂટ્યા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ એસપી રાહુલ ત્રિપાઠી તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને માળીયા પોલીસ સહિતની ટીમોને કામે લગાડીને બાતમીદાર તેમજ ટેક્નિકલ ટીમથી આરીપીઓનું પગેરું દબાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

પોલીસે અગાઉ ગુજરાતમાં આ પ્રકારની બનેલી ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓની સઘન તપાસ કરતા તેમજ ગુનામાં વપરાયેલા નબર પ્લેટ વગરના બાઇકની તપાસ તેમજ ઘણી મથામણના અંતે મધ્યપ્રદેશનું લોકેશન નીકળ્યું હતું. જેમાં ગુનામાં વપાયેલું બાઈક તેમજ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મધ્યપ્રદેશ અને કચ્છના રાપરમાં હોવાની નકકર હકીકત મળતા એલસીબીની એક ટીમ મધ્યપ્રદેશ અને એક ટીમ રાપર પહોંચી હતી અને પોલીસે આ આંગડિયા પેઢીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ કરણભા રમેશભા ગઢવી (વ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે. માલીવાસ સમાવાસ, તા.રાપર જી.કચ્છ ભુજ), ભાવેશ નિતીનભાઇ ઠક્કર (ઉ.વ.૨૩ ધંધો- વેપાર રહે. લોહાણા બજાર, માંડવીચોક, ખત્રીવાસ તા.રાપર જી.કચ્છ ભુજ) હરીપ્રસાદ ઉર્ફે હરેશ ઇશ્વરદાસ રામાનંદી (ઉ.વ.ર૧ ધંધો- સેવાપુજા, રહે વાધેલાવાસ, માંડવીચોક, તા.રાપર કચ્છ ભુજ), સોનુસીંગ નરેશસીંગ પરમાર (હાલ રહે રાપર, મુળ રહે ગોપીંગામ તા.અબાહ જિ.મુરૈના (મધ્યપ્રદેશ))ને દબોચી લીધા હતા.

- text

જ્યારે આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસીંગ તોમર હાલ રહે. રાપર, મુળ રહે ગોપીગામ તા.અંબાડ, જિ મુરૈના (મધ્યપ્રદેશ)) અને લાલુ ગાદીપાલ કુશવાહ (રહે દલગંજન કાપુરા તા. જૌરા જિ. મુરૈના મધ્યપ્રદેશ)ની પણ સંડોવણી ખુલી છે. પણ આ આરોપીઓ હાલ ફરાર છે. જ્યારે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ બાઈક નં. GJ-08-CL-6257 કિ.રૂ. ૩૫,૦૦૦, મોબાઇલ ફોન નંગ – ૦૫, કિં.રૂા.૨૫,૫૦૦ અને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૦૮ કિ.રૂ. ૮૦૦ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો

બનાવને કઈ રીતે અંજામ આપ્યો

આરોપીઓને પૈસાને જરૂરત હોય જેથી રાપર ખાતે રહેતા આરોપીઓએ મધ્યપ્રદેશ રાજયના મુળ વતની અને રાપર ખાતે રહી કલર, ટાઇલ્સ કામ કરતા આરોપીને ટીપ આપી એકબીજા સાથે મળી કાવત્રુ રચી બસના રૂટ બાબતેની માહીતી તેમજ બનાવને અંજામ આપવા માટે માણસોની તથા વાહનની વ્યવસ્થા કરણભા ગઢવીએ ત્યાર બાદ આરોપીઓએ કરેલ પુર્વ આયોજીત કાવત્રા મુજબસદરહુ એસ.ટીબસલમાં બે આરોપી બેસી જઇ એક આરોપી મોટર સાયકલ લઇ બસની પાછળ પાછળ જઇ માધવ હોટલ ખાતે બસ હોલ્ટ થતા બનાવને અંજામ આપેલ છે. આગાઉ પણ છ માસ પહેલા બસનો પીછો કરી ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ પ્રથમ પ્રયત્ન છ માસ પહેલા નિષ્ફળ ગયેલ હતો,

બનાવમાં આરોપીઓની ભુમીકા

આ કેસમાં મુખ્ય સુત્રધાર તથા કાવત્રુ ઘડનાર કરણભા ગઢવી છે અને તેને વાહનની તથા આરોપીઓને રહેવાની સગવડતા પુરી પાડી છે. આરોપી ભાવેશ નિતીનભાઇ ઠક્કર એ ફરીયાદીની રેકી કરી માહીતી આપી હતી. આરોપી હરીપ્રસાદ ઉર્ફે હરેશ સાધુ આરોપીઓને બસ સુધી મુકવા જનાર તથા વાહનની સગવડતા પુરી પાડનાર છે. સાગર ઉર્ફે છોટુ એ મુખ્ય આરોપી છે. જેને બનાવને અંજામ આપવા મો.સા.થી બસ પાછળ જનાર છે. આરોપી સોનુસીંગ નરેશસીંગ અને લાલુ કુશવાહ એ બનાવને અંજામ આપવામાં સહયોગ આપ્યો હતો.

- text