મોરબી : મોટાભેલાના સ્વર્ગસ્થ પ્રોફેસરની પ્રતિમા અનાવરણ અને બુક વિમોચન કાર્યક્રમ ભુજમાં યોજાયો  

- text


મોરબી : મોટાભેલાના વતની અને હાલ ભુજ નિવાસી સ્વ.પ્રોફેસરની પ્રતિમા અનાવરણ,નામકરણ તેમજ જીવન ગાથાની બુક વિમોચન કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભુજના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

મૂળ ગામ મોટાભેલા હાલ ભુજ નિવાસી કચ્છ શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ તેમજ જેમના અથાગ પ્રયત્નોથી કચ્છને યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ મળેલ છે એવા સ્વ.પ્રો.વખતસિંહ જે. જાડેજાનું પ્રતિમા અનાવરણ, માર્ગ નામકરણ તેમજ જીવન ગાથાની બુક વિમોચન કાર્યક્રમ આજરોજ ભુજ ખાતે યોજાયેલ હતો.

- text

આ કાર્યક્રમમાં દેવપર ઠાકોર કૃતાર્થસિંહ, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા,હકૂમતસિંહજી જાડેજા, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી,પ્રવિણસિંહ વાઢેર,કચ્છ ઇતિહાસ પરિષદ પ્રમુખ સાવજસિંહ જાડેજા વીંઝાણ, માજી ધારાસભ્ય શિવજીભાઈ આહીર,જીલ્લા પંચાયત સદસ્ય કિશોરસિંહ જાડેજા વિંઝાણ, રાજેન્દ્રસિંહ હકૂમતસિંહ જાડેજા, વિજયભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા વિંઝાણ,શંભુભાઈ જોશી તથા કચ્છ ઇતિહાસ પરિષદ સભ્યો, નગરપાલિકા હોદેદારો, તેમજ સ્વ. વખતસિંહજી જાડેજાના નજીકના પરિવારજનો તેમજ આશાપુરા સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text