મોરબીમાં પ્રેમી યુગલે સજોડે ઝેર ગટગટાવ્યુ : યુવતીનું મોત, યુવક ગંભીર

- text


પીપળીયા ગામના યુવક અને યુવતીએ ઝેર પીધા બાદ વાવડી નજીક યુવતીનો મૃતદેહ મળી આવ્યો : યુવાન ગંભીર

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામના કૌટુંબિક સગા એવા યુવાન અને યુવતીએ બે દિવસ પૂર્વે સજોડે દવા પી લેતા આજે યુવતીનો મૃતદેહ વાવડી નજીકથી મળી આવ્યો હતો. જયારે યુવક બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામના જોશનાબેન સોમાભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૨) અને વિનોદ ભવાનભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૨)એ તા.16ના રોજ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા વાવડીના ઈશ્વરીયા મહાદેવ મંદિર નજીકથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે યુવાન ગંભીર હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- text

વધુમાં સજોડે દવા ગટગટાવી લેનાર યુવક અને યુવતી કૌટુંબિક સગા થતા હોય ભવિષ્યમાં એક ન થઈ શકે તેમ હોય ગત તા.16ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ આજે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે જયારે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text