રફળેશ્વર નજીક હુમલો – લૂંટની સામ – સામી ફરિયાદમાં પાંચ આરોપી ગિરફ્તાર

- text


 

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને દબોચી લીધા

મોરબી : મોરબીના રફળેશ્વર પાસે ગતરાત્રે સિરામિક ઉધોગપતિઓની કાર સાથે એક ચોક્કસ ટોળકીએ કાર અથડાવીને પથ્થરમારો કરી આંતક મચાવ્યો હતો. આ હુમલામાં કારના ભુક્કા બોલી ગયા હતા અને ત્રણ ઉદ્યોગપતિઓની ઇજા પહોંચી હતી. આ બનાવની સામસામી ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાલ બન્ને પક્ષના મળીને પાંચ આરોપીને ઝડપી લીધા છે.

મોરબીના રફળેશ્વર પાસે ગતરાત્રે સીરામીક ઉદ્યોગકારો પોતાની કારમાં હિસાબના નાણા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.ત્યારે લીલાપર રોડ ઉપર રહેતા એક શખ્સ તથા તેના મિત્ર સહિતની ટોળકીએ પોતાની કારને સીરામીક ઉધોગકારો સાથે કાર અથડાવી પથરરમારો કરી હુમલો કર્યો હતો. સામાંપક્ષે આ ટોળકીએ એટ્રોસીટી અને હુમલાની વળતી ફરિયાદ નોંધાવી હતી. સીરામીક ઉધોગકારો ઉપરના હુમલાના ઘેરા પ્રત્યાઘાત છેક ડીઆઈજી અને ગૃહમંત્રી સુધી પડતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તત્કાળ કાર્યવાહી કરી હતી.જેમાં પોલીસે હાલ બન્ને પક્ષના આરોપીઓ ખીમભા પંચાલભા ગઢવી, સાગરભા ખીમભા ગઢવી તેમજ સામેના પક્ષના આરોપી ગૌતમ જયંતી મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલા અને અજય જગદીશ ચારોલા એમ પાંચ આરોપીને ઝડપી લીધા છે તો અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- text

- text