ચરાડવા ગામે પકડાયેલા ચોરને અંતે પોલીસને સોપાયો

- text


શંકાસ્પદ ઇસમ ખરેખર ચોરી કરવા આવ્યો તો કે અન્ય કોઈ ઈરાદાથી તે અંગે પોલીસ તપાસ કરશે

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસ કરતા વધુ સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે.દરમિયાન આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે ધોળે દિવસે એક મકાનમાં ચોરી કરવા ઘુસેલા અજાણ્યા શખ્સને ગ્રામજનોએ ઝડપી લીધા બાદ એસપી ચરાડવા આવે અને અહીં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તો જ ચોર પોલીસને સોંપવામા આવશે તેવું જાહેર કરી પોલીસની ગાડીને પણ લોકોએ બાનમાં લેતા ડીવાયએસપી સહિતનો કાફલો હાલ ચરાડવા પહોંચી ગયો હતો અને સમજાવટથી અંતે આ શખ્સને પોલીસની હવાલે કરાયો હતો.

સમગ્ર હળવદ તાલુકામાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી દરરોજ ચોરીના બનાવો બની રહ્યા છે અને રાત્રે તો ઠીક દિવસે પણ તસ્કર ટોળકી ગુન્હાને અંજામ આપી રહી છે ત્યારે આજે ધોળે દહાડે ચરાડવા ગામે એક મકાનમાં ચોરી કરવા ઘુસેલ તસ્કર ટોળકીના એક સ્થાનિક શખ્સને જાગૃત લોકોએ દબોચી લઈ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

- text

ચરાડવા ગામે તસ્કર ટોળકીનો શખ્સ પકડાઈ ગયા બાદ આખું ગામ એક બનીને આગળ આવ્યું છે અને જ્યા સુધી જિલ્લા પોલીસવડા ચરાડવા ન આવે તેમજ ચરાડવામાં પોલીસ ચોકી શરૂ ન થાય ઉપરાંત તાજેતરમાં થયેલા ચોરીની બે ઘટનાની ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પકડાયેલ આ ચોર પોલીસને નહિ સોપાય તેવી આક્રોશ ભરી માંગણી ચાલુ રાખતા ડીવાયએસપી, એલસીબી સહિતની પોલીસ ટીમ ચરાડવા દોડી જઈને સમજાવટ કર્યા અંતે આ શંકાસ્પદ ઇસમને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ શંકાસ્પદ ઇસમ ખરેખર ચોરી કરવા આવ્યો તો કે અન્ય કોઈ ઈરાદાથી તે અંગે પોલીસ તપાસ કરશે.

- text