ટંકારાની ન્યુ વિઝન સ્કુલનો S.S.C. બોર્ડના પરિણામમાં વિજય ડંકો

- text


ટંકારા : હર હંમેશ પરિણામમાં અગ્રેસર રહેતી ટંકારા વિસ્તારની નામાંકિત ન્યુ વિઝન શાળાની વિદ્યાર્થીની મુછારા કશીશએ 99.99 PR મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી તેમજ 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી નંબરની હારમાળા સર્જીને મોરબી જિલ્લામાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ ખુશીના અવસર પર શાળાના પ્રમુખ દિલીપભાઈ બારૈયા તેમજ શાળા પરિવારે દરેક વિદ્યાર્થીને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.

- text