માળીયાના વેજલપર- જુના ઘાટીલામાં ચોરીના બનાવો અટકાવવા ગ્રામજનો મેદાને

- text


 

બપોરે 12થી3 દરમિયાન ફેરિયા માટે પ્રતિબંધ, રાત્રે 9 વાગ્યા પછી અજાણ્યા લોકો માટે પ્રવેશબધી, 10 વાગ્યે દુકાનો બંધ, રાત્રી રોન શરૂ

મોરબી : હળવદ પંથકમાં ચોરીના બનાવો બનતા નજીક આવેલા માળીયા પંથકમાં પણ ચોરીના બનાવો બને તો તેને અટકાવવા માટે ગ્રામજનો મેદાને આવ્યા છે અને પોલીસનું કામ લોકોએ શરૂ કર્યું છે. જેમાં બપોરે 12થી3 દરમિયાન ફેરિયા માટે પ્રતિબંધ તેમજ રાત્રે 9 વાગ્યા પછી અજાણ્યા લોકો માટે પ્રવેશબધી ફરમાવી 10 વાગ્યે દુકાનો બંધ કરીને સૌ સાથે મળીને રાત્રી રોન શરૂ કરવામાં આવ્યું છે.

માળીયાના વેજલપર અને જૂના ઘાટીલા ગામે ગ્રામજનોએ ચોરીના બનાવો અટકવા માટે કેટલાક નિર્ણયો અમલમાં મુક્યા છે. જેમાં જુના ઘટીલામાં બપોરે 12થી3 દરમિયાન ફેરિયા માટે પ્રતિબંધ તેમજ રાત્રે 9 વાગ્યા પછી અજાણ્યા લોકો માટે પ્રવેશબધી ફરમાવી 10 વાગ્યે દુકાનો બંધ કરીને સૌ સાથે મળીને રાત્રી રોન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વેજલપર ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે જેમા હાલ હળવદ પંથકમાં તસ્કરોના ત્રાસ અને ચોરીના બનાવોને ધ્યાને લઈને આ ગામમાં આવા કોઈ બનાવ ન બને તેવા હેતુસર સાવચેતીના ભાગરૂપે કડક પગલા લેવા પડ્યા છે.

- text

જેથી નીચે જણાવેલ સુચનાનુ પાલન કરવું પાલન ન કરનાર વ્યકિતએ આજથી અમલમાં આવેલ કડક કાયદાનુ ઉલ્લંઘન કરતા જણાશે તેવા લોકો સામે ચોરીના બનાવોને આધિન કાયદેસરની કાર્યવાહી કરાશે જેની નોંધ લેવી. વેજલપરમા બપોરના ૧૨થી સાંજના પાંચ સુધી અજાણ્યા માણસો કે ફેરિયાઓએ પ્રવેશ ન કરવો અજાણતા પ્રવેશ કરશે તેવા લોકો સાથે કોઈ બનાવ બનશે કે ચોરી થશે જેની જવાબદારી તેઓની રહેશ

તેમજ રાત્રીના ૧૦ પછી અજાણ્યા માણસોએ પુછ્યા વિના પ્રવેશ ન કરવો અન્યથા ગ્રામ પંચાયત ઓફિસે બેસાડી દેવામા આવશે જ્યા સુધી પોલીસની ગાડી ન આવે ત્યા સુધી ત્યારબાદ પોલીસને સોપી દેવામાં આવશે જેની સર્વે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની સુચના મુજબ અજાણ્યા માણસો પર બાજ નજર રાખવી તેમજ રાત્રીના ૧૧ પછી ખેત મજુરોએ જેતે શેઠની જાણકારી બાદ જ ગામમાં પ્રવેશ કરવો.

આકાશમાં ઉડતા ડ્રોન જેવા દેખાતી વસ્તુ સરકારી સર્વે ચાલતો હોવાનુ ખુલ્યુ છે જેથી કોઈએ આકાશમાં ડ્રોન ઉડે તેવી અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવુ તેવી વેજલપર ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરાઈ છે.

- text