12મીએ બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને યજ્ઞોપવીત સમારોહ

- text


22 બટુકો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવીત ધારણ કરશે, બે યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ-મોરબી અને મોરબી જિલ્લો, પરશુરામ યુવા ગ્રુપ, પરશુરામ ધામ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મપુરી સોસાયટી,સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સહયોગથી તા.12ના રોજ અને જેઠ સુદ 13ના દિવસે ઔદીચ્ય બ્રાહ્મણ ભોજન શાળા, વાંકાનેર દરવાજા પાસે, સબજેલ પાછળ મોરબી ખાતે બ્રહ્મસમાજના સમૂહલગ્ન અને યજ્ઞોપવીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત સમૂહલગ્નમાં સમાજના બે યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. તેમજ યજ્ઞોપવીત સમારોહમાં 22 બટુકો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવીત ધારણ કરશે. જેમાં શાસ્ત્રી વિમલભાઈ જોશી, અમિતભાઇ પંડ્યા, આશિષભાઈ મહેતા માંગલિક વિધિ કરાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, મહામંત્રી મધુસુંદનભાઈ ઠાકર સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text