મોરબીના ઉદ્યોગપતિની પુત્રી અને રાંકજા પરિવારની લાડલીએ મેળવી ઝળહળતી સિધ્ધિ

- text


મોરબી : તાજેતરમાં SSC – 2022નું પરિણામ જાહેર થવા પામ્યુ છે. જેમાં મોરબીના ઉદ્યોગપતિની પુત્રી અને રાંકજા પરિવારની લાડલીએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

મોરબીના ઉદ્યોગપતિ lovato સીરામીકના અનિલભાઈ છત્રોલાની દીકરી છત્રોલા દ્રષ્ટિએ 99.36 પીઆર સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. સંસ્કૃત વિષયમાં 100માંથી 100માર્ક્સ મેળવી ગુજરાત બોર્ડમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

- text

આ રીતે રાંકજા પરિવારની દીકરી ખુશી સતિષભાઈ રાંકજાએ વગર ટયૂશને 97.32 પીઆર સાથે A2 ગ્રેડ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. મૂળ બગથળા અને હાલ મોરબી રહેવાસી સતિષભાઈ રાંકજા આયુર્વેદિક દવાના વ્યાપાર સાથે જોડાયેલા છે.

મોરબીની આ દીકરીઓને શાળા-પરિવાર, મિત્ર વર્તુળ સહિત ચોમેરથી અભિનંદન સહ શુભેચ્છાઓ મળી રહી છે.

- text