માળીયાના લક્ષ્મીવાસ ગામે ખેતરે જવાનો માર્ગ ખુલ્લો ન થાય તો આત્મવિલોપનની ચીમકી

- text


ગ્રામ પંચાયત અને ખેડૂતોએ માળીયા તાલુકા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

માળીયા : માળીયા તાલુકાના લક્ષ્મીવાસના ખેડુતોનો ખેત મારગ (હરમારાના મારગ) બંધ કરી દેવાયો હોવાથી આ ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ખેતરે જવાનો મુખ્યમાર્ગ જ બંધ હોવાથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી. આથી આ માળીયાના લક્ષ્મીવાસ ગામે ખેતરે જવાનો માર્ગ ખુલ્લો કરવાની માંગ સાથે ગ્રામ પંચાયત અને ખેડૂતોએ માળીયા તાલુકા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું છે.

- text

માળીયા લક્ષ્મીવાસના ખેડુતોનો ખેત મારગ (હરમારાના મારગ) છેલ્લા 20 થી 25 વર્ષથી દબાણ હાલતમાં હોઈ જેથી લક્ષ્મીવાસ ગામના ખેડૂતોની રોજી રોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ખેડૂતોની રોજી રોટી ખેતી ઉપર જ નિર્ભર હોઈ પરંતુ આ માર્ગ પર ખેડૂતો દ્વારા જ દબાણ કરવામાં આવેલ છે. અત્યાર સુધી અન્ય ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈને પોતાના ખેતરમાં જઈ શકાતું હતું પરંતુ હવે બધા ખેડૂતો દ્વારા કાંટાળા બતારની વાડ કરતા હવે ખેડૂતોને ખેતર જવા માટેનો કોઈ રસ્તો રહ્યો નથી જો આ વર્ષે ખેતી કરવા ખેતરના ન જઈ શકે તો મરવા જેવી હાલત થશે કેમ કે રોજી રોટીનો મુખ્ય સોર્સ ખેતી જ છે જે અનુસંધાને માળીયા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. જેમાં જો સાત દિવસ માં આ માર્ગનું નિરાકરણ નહિ આવે તો ખેડૂતોએ કલેકટર કચેરીએ જઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

- text