મોરબી : કિસાન સંઘ ઉચ્ચ ઉત્પાદકતા મેળવેલ ખેડૂતોનું સન્માન કરશે, ખેડૂતો પાસેથી ફોર્મ મંગાવાયા

- text


 

મોરબી: ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ઉચ્ચ ઉત્પાદકતા મેળવેલ ખેડૂતોનું સન્માન કરવાનું હોય આ અન્વયે મોરબી જિલ્લાના ખેડૂતો પાસેથી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. એવોર્ડ માટે વિવિધ ચાર કેટેગરી રાખવામાં આવી છે. જેમાં (1) કપાસ ઉત્પાદક પિયત (2) કપાસ ઉત્પાદક બિનપિયત (3) મગફળી ઉત્પાદક પિયત અને (4) મગફળી ઉત્પાદક પિયત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.

- text

આ એવોર્ડ મેળવવા માટે જે ખેડૂતનું નામ ૭/૧૨ અને ૮-અમાં હોય તેવા ખેડૂતો જ અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત ભારતીય કિસાન સંઘ કે.વી.કે ખેતીવાડી ખાતુ એપીએમસી દ્વારા જિલ્લાના એક થી ત્રણ ક્રમમાં આવેલ ખેડૂતને નિયત કરેલ સંખ્યામાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડમાં ભાગ લેવા માટે નક્કી કરેલ અંતિમ તારીખ સુધીમાં નિયત અરજીપત્રક મેળવી તેમાં અરજી કરવાની રહેશે. અરજીપત્રકો જે તે જિલ્લાના ભારતીય કિસાન સંઘ કે.વી.કે અથવા ખેતીવાડી ખાતું એપીએમસી દ્વારા મોકલવાની રહેશે. આ એવોર્ડમાં ભાગ લેનાર પુરુષ કે મહિલાએ પોતાની સુઝ અને પ્રયોગ દ્વારા મેળવેલ સિધ્ધિઓની સંપૂર્ણ વિગતો હસ્તાક્ષરે લખીને અથવા ટાઈપ કરીને ભરવાની રહેશે. ખેડૂતની અરજી લાયક છે તેની પસંદગી ચકાસણી ટીમ દ્વારા કરીને તે મુજબ ભલામણ કરશે. એવોર્ડ માટે પસંદગી પામેલ ખેડૂત ભારતીય કિસાન સંઘ દ્વારા યોજવામાં આવનાર કોન્ફરન્સના સ્થળે પોતાના ખર્ચે આવવાનું રહેશે. અને અરજીમાં જણાવેલી ક્ષેત્ર અંગેની માહિતીનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. કોન્ફરન્સ સ્થળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી રહેશે.

- text