શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર : આઈ પાવર ટ્રેનિંગમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટની સ્પેશિયલ બેચ શરૂ

- text


 

  • માત્ર અઢીથી ત્રણ મહિનાના વિકેન્ડ કોર્ષથી જ નોકરી તથા પોતાનો બિઝનેશ શરૂ કરવા સક્ષમ બની શકાશે :

  • બહેનોને પગભર બનાવવા ફીમા 60 ટકાની રાહત : બેચ મર્યાદિત સંખ્યા માટે જ હોય, આજે જ એડમિશન લ્યો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર હવે મોરબીમાં ઘરઆંગણે જ મળી રહ્યો છે. આઈ પાવર ટ્રેનિંગમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટ સ્ટડીની સ્પેશિયલ બેચ શરૂ થઈ છે. જેમાં માત્ર અઢીથી ત્રણ મહિનાના વિકેન્ડ કોર્ષથી જ નોકરી તથા પોતાનો બિઝનેશ શરૂ કરવા સક્ષમ બની શકાશે. બેચ મર્યાદિત સંખ્યા માટે જ હોય, આજે જ એડમિશન લ્યો.

આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીનનો હિસ્સો 37 ટકા, યુએસએનો હિસ્સો 35 ટકા અને ભારતનો હિસ્સો 2.8 ટકા છે. ભારતમાં આ હિસ્સો આટલો ઓછો છે માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ભારતનું પ્રદર્શન નબળું છે. તેમાં સ્કોપ ખૂબ વધુ છે. માટે અત્યારના સમયમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટના નોલેજથી ખૂબ સારી કારકિર્દી ઘડી શકાય છે. જેને ધ્યાને લઈને મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે જુના શિશુમંદિરમાં પહેલા માળે કાર્યરત આઈ પાવર ટ્રેનિંગ સેન્ટર ઓફ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ યુવાનોને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખવવા માટે યુવાનો માટે સ્પેશિયલ બેચ ચલાવે છે.

- text

આ બેચ માત્ર અઢીથી ત્રણ મહિનાની છે. જેનો સમય દર રવિવારે સવારે 09:30 કલાકથી 11:30 કલાક તેમજ બીજી બેચ સાંજે 04:30થી 06:30 સુધી છે. આ બેચમાં ઇન્ટ્રોડક્શન એન્ડ હિસ્ટ્રી ઓફ એક્સપોર્ટ- ઈમ્પોર્ટ, એક્સપોર્ટ- ઈમ્પોર્ટ લાયસન્સ ફોર્માલીટી, ટર્મ્સ ઓફ ડિલિવરી, પેમેન્ટ ટર્મ્સ એન્ડ ટાઈપ ઓફ એલસી, ડોક્યુમેન્ટેશન, ઓનલાઈન ઓફલાઇન માર્કેટિંગ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ રોલ એન્ડ ફોરેન રિસ્ક મેનેજમેન્ટ, ગવર્મેન્ટ બેનિફિટ, ઈમ્પોર્ટ સાયકલ- ઈમ્પોર્ટ ફોર્માલીટી સહિતના અન્ય મુદ્દાઓ જેવા ચેપ્ટર શીખવવામાં આવે છે.

મોરબીમાં બહેનો પગભર બને અને ઈમ્પોર્ટ – એક્સપોર્ટમાં તેઓ યોગદાન આપે તેવા ઉદેશથી આઈ પાવર સેન્ટર દ્વારા બહેનોને ફીમાં રાહત આપવામાં આવે છે. વધુમાં અહીં ટ્રેનિંગ લીધા બાદ પોતાનો બિઝનેશ શરૂ કરી શકાય છે. ઉપરાંત સિરામિક હબ એવા મોરબીમાં ઘરઆંગણે નોકરી પણ મેળવી શકાય છે. શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાનો આ સારો અવસર નજીવી ફીએ મળી રહ્યો હોય તો તેનો લાભ અવશ્ય લેવા જેવો છે. વધુ વિગત માટે વિશાલભાઈ અમૃતિયા મો.નં. 9173465522, સંજયભાઈ શેરસિયા મો.નં. 9909241844નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text