વેગડવાવ ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય માતાજી કન્ટ્રક્શન ટીમ બની ચેમ્પિયન

- text


 

શ્રી ચરમાળીયા દાદા યુવા ગ્રુપ દ્વારા વેગડવાવ પ્રીમિયમ લિંગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે શ્રી ચરમાળીયા દાદા યુવા ગ્રુપ દ્વારા વેગડવાવ પ્રીમિયમ લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી-જુદી આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમને પુરસ્કાર રૂપે ટ્રોફી અને કપ આપ્યો હતો

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધુ જોવા મળે છે મોટાભાગે ક્યાંકને ક્યાંક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ થતું રહેતું હોય છે

- text

ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામેથી શ્રી ચરમાળીયા દાદા યુવા ગ્રુપ દ્વારા વેગડવાવ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી-જુદી તાલુકાની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં જય માતાજી કન્ટ્રક્શન ટીમ ચેમ્પિયન બની હતી જેથી આ ટીમના ખેલાડીઓને ટ્રોફી
તેમજ કપ આપી સન્માનિત કર્યા હતા તો બીજી તરફ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ પ્રેમી યુવાનોનો પણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જમાવડો જોવા મળતો હતો

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નવઘણભાઈ રબારી અને ઘનશ્યામભાઈ સુરેલા તેમજ વેગડવાવ ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

- text