મોરબીમાં ગુરુવારે યોજાનાર રોજગાર ભરતી મેળો મોકૂફ

- text


 

હવે નવેસરથી ભરતીમેળાની તારીખ નક્કી થશે

મોરબી : મોરબીમાં તા. 05 મે ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો અનિવાર્ય સંજોગોના કારણે મોફુક રાખવામાં આવ્યો છે.

- text

જિલ્લા રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા આગામી તા. 05/05/2022 ના રોજ સવારે 10:00 કલાકે વી. સી. હાઈસ્કૂલ – મોરબી ખાતે આયોજિત કરવામાં આવેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળા કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે મોફુક રાખવામાં આવેલ છે. હવે પછીનો જિલ્લા કક્ષાનો ભરતીમેળાનો કાર્યક્રમ નક્કી થયે જાણ કરવામાં આવશે . જેની નોધ લેવા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર 63573 90390 પર સંપર્ક કરવો.

- text