મોરબી શહેરમાં રીક્ષાભાડામાં વધારો થતા તાકીદે સીટી બસ ચાલુ કરવા માંગ

- text


સીટી બસનાં પોઇન્ટની ભલામણ સાથે સામાજીક કાર્યકર્તાની ચીફ ઓફીસરને રજૂઆત

મોરબી : મોરબી શહેરમાં રીક્ષાભાડામાં વધારો થતા યુધ્ધનાં ધોરણે શહેરમાં સીટી બસ ચાલુ કરવાની માંગણી સામાજીક કાર્યકર્તા મહાદેવભાઇ એમ. ગોહેલ દ્વારા નગરપાલીકાના ચીફ ઓફીસરને લેખિત રજૂઆતમાં કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરમાં લોકલ રીક્ષાભાડામાં તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ રીક્ષાભાડામાં બમણો વધારો કરતા નાગરીકોની સુવીધા માટે યુધ્ધના ધોરણે સીટી બસ સેવા ચાલુ કરવા માંગણી છે. મોરબી શહેરનાં નાગરીકોને મોંઘવારીનો નવો ડોઝ આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલીકાને 17 જેટલી સીટી બસો ફાળવવામાં આવી છે. તો આ તમામ બસોનું શહેરનાં દરેક પોઇન્ટ પરથી સમયસર આયોજન કરવામાં આવે તો નાગરીકોની મુશ્કેલી હલ થઇ શકે તેમ છે.

- text

વધુમાં, સીટી બસ ચલાવવા માટેના ખાસ પોઇન્ટ છ રાખી શકાય. જેમાં મહારાણા પ્રતાપ સર્કલથી નહેરૂ ગેટ, ગાંધી ચોકથી રવાપર રોડ, મહારાણા પ્રતાપ સર્કલથી મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક, જેઇલ રોડથી લીલાપર રોડ, જુના બસ સ્ટેન્ડથી માર્કેટીંગ યાર્ડ, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર-કુબેર સીનેમા-લાલપર-રફાળેશ્વરની ભલામણ કરવામાં આવેલ છે. જો તમામ રૂટ પરથી સીટી બસ સમયસર ચાલુ કરવામાં આવે તો નગરપાલીકાને પણ સારી આવક થશે તથા નાગરીકોની મુશ્કેલી પણ દુર થશે. આ બાબતે ગંભીરતાથી નોંધ લઇ યોગ્ય કરવા વિનંતી કરાઈ છે.

- text