મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 1232 વિદ્યાર્થીઓને પ્રવેશ

- text


5 મી મેં સુધીમાં વાલીઓ પ્રવેશ ફાઇનલ નહીં કરે તો બાળકનું એડમિશન રદ્દ કરવામાં આવશે

મોરબી : સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ હેઠળ ગરીબ બાળકોને વિનામૂલ્યે ખાનગી સ્કૂલોમાં ધો.1 થી પ્રવેશ આપવામાં આવે છે.ત્યારે હાલ ઉનાળુ વેકેશન પછી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષ માટે આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આના માટે વાલીઓ પાસેથી ઓનલાઈન અરજી માંગવવામાં આવી છે.ત્યારે મોરબી જિલ્લાના આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 1232 અરજી મંજુર મંજુર કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ ખાનગી સ્કૂલમાં પોતાના બાળકોના પ્રવેશ માટે વાલીઓ દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ 1368 જગ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1368 જગ્યામાંથી 1232 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે છે અને તાલુકા વાઇઝ જોઈએ તો મોરબીમાં 892 માંથી 838, હળવદમાં 99 માંથી 93, વાંકાનેરમાં 198 માંથી 198, ટંકારામાં 172 માંથી 96 અને માળીયામાં સૌથી ઓછી 7 માંથી 7 વિદ્યાર્થીઓને પ્રવેશ મંજુર કરવામાં આવ્યો છે. આ પ્રથમ રાઉન્ડ બાદ હવે 26 એપ્રિલથી 5 મેં સુધીમાં વાલીઓ પ્રવેશ ફાઇનલ નહીં કરે તો બાળકનું એડમિશન રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત 1368 માંથી 136 જગ્યા એવી છે કે જેમાં કોઈ વાલીએ શાળા પસંદ જ ના કરી હોય અથવા રહેણાંકના 6 કિમિ વિસ્તારમાં ન આવતી હોવાથી આવી શાળામાં આરટીઇ હેઠળની જગ્યા ખાલી જ રહેશે

- text