મોરબી જિલ્લાના રસ્તાઓ ઉપર ફરે છે 15 વર્ષ જુના 7309 ભંગાર વાહનો

- text


15 વર્ષ જુના વાહનોના દંડ મામલે વડી કચેરીનું માર્ગદર્શન માંગતા આરટીઓ અધિકારી

મોરબી : કેન્દ્ર સરકારે નવી વાહન પોલીસી અંતર્ગત પ્રદુષણ ઘટાડવાના હેતુથી 15 વર્ષ જુના વાહનો માટે ફિટનેશ સર્ટિફિકેટ ફરજીયાત બનાવી આવા વાહનોના ફિટનેશ ન કરાવનારા માલિકો માટે આકરા દંડની અમલવારી કરવા આદેશ કર્યો છે ત્યારે મોરબી જિલ્લામાં 15 વર્ષ જુના 7309 વાહનો ફરી રહ્યા હોવાનું અને દંડ મામલે વડી કચેરીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા 1લી એપ્રિલથી સમગ્ર દેશમાં 15 વર્ષ જુના વાહનો માટે ફિટનેશ સર્ટિફિકેટ ફરજીયાત બનાવાયું છે અને આવા ફિટનેશ સર્ટિફિકેટ ન લેનારા વાહનધારકો માટે મહિને રૂપિયા 300થી 500 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ નિયમની અમલવારી માટે મોરબી આરટીઓ અધિકારીઓ દ્વારા હાલ વડી કચેરીનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

- text

મોરબી આરટીઓ અધિકારી જે.કે.કાપટેલના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં 15 વર્ષ જુના કુલ 7309 વાહનો નોંધાયેલા છે જેમાં 2098 મોટર સાયકલ તેમજ 1552 મોટરકાર અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી મોરબી આરટીઓ કચેરીમાં 15 વર્ષ જુના એક પણ વાહનના ફિટનેશ માટે અરજી આવી ન હોવાનું જાણવા મળે છે.

- text