‘મોરબીના ગાંધી’ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે ત્રિવેણી કાર્યક્રમ

- text


મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આયોજન

મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મોરબીના ગાંધી તરીકે ઓળખાતા સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિએ સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુનું અનાવરણ તેમજ આર્ટ ગેલેરી – એમ ત્રિવેણી કાર્યક્રમ યોજાનાર છે.

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્ય તિથિએ ‘ગાંધીબાગનું પુષ્પ’ : ‘ગોકળદાસભાઈ પરમાર’ સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્વ. ગોકળદાસભાઈ પરમારના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ તેમજ આર્ટ ગેલેરી – એમ વિવિધ પ્રસંગોને આનુસાંગિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા. 28ને ગુરુવારે સવારે 10 કલાકે ખાદી કાર્યાલય, વીશીપરા, મોરબી ખાતે યોજાશે.

- text

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો. નિમાબહેન આચાર્ય (અધ્યક્ષ – ગુજરાત વિધાન સભા – ગાંધીનગર), મુખ્ય મહેમાન તરીકે દેવેન્દ્રભાઈ દેસાઈ (પ્રમુખ – સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતી), અતિથિ વિશેષ તરીકે બ્રિજેશભાઈ મેરજા (રાજ્યકક્ષાના મંત્રી, શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ), મોહનભાઈ કુંડારીયા (સંસદ સભ્ય – રાજકોટ), મહંત શિવરામદાસ સાહેબ (કબીરધામ – મોરબી) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને અંતે સમૂહ ભોજન રાખેલ છે. તેમ દેવકરણભાઈ કરમશીભાઈ કંઝારિયા (પ્રમુખ, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ)ની યાદીમાં જણાવાયું છે.

- text