હરબટીયાળી ગામે રવિવારે વિનામુલ્યે પશુરોગ નિદાન અને સારવાર કેમ્પ

- text


પશુપાલન ખાતુ, પશુપાલન શાખા જિલ્લા પંચાયત, વિવિધલક્ષી પશુ દવાખાના, મયુર ડેરી, પશુપાલન પરિવાર, હરબટીયાળી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજન

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે પશુપાલન ખાતુ, પશુપાલન શાખા જિલ્લા પંચાયત, વિવિધલક્ષી પશુ દવાખાના, મયુર ડેરી, પશુપાલન પરિવાર, હરબટીયાળી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વ. ડૉ. રમેશભાઇ જે. કાવરને શ્રદ્ધાંજલિ નિમિત્તે પશુરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પશુપાલન ખાતુ ગુજરાત રાજય – ગાંધીનગર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત-મોરબી, વિવિધલક્ષી પશુ દવાખાના-મોરબી, મયુર ડેરી-મોરબી અને પશુપાલન પરિવાર-મોરબીના આર્થિક સહયોગથી તથા હરબટીયાળી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. હરબટીયાળી અને ગ્રામ પંચાયત હરબટીયાળીના સહકારથી વિનામુલ્યે પશુરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. કેમ્પમાં પશુઓના તમામ પ્રકારના રોગોનું નિદાન કરી વિનામુલ્યે સારવાર તથા ઓપરેશન કરી આપવામાં આવશે. પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ તારીખ 28ને ગુરૂવાર સવારે 8થી 12 કલાકે પટેલ સમાજવાડી પાસે, હરબટીયાળી, તા. ટંકારા, જિ. મોરબી ખાતે યોજાશે.

- text

કેમ્પમાં ગાય, વોડકા, ભેંસ, ખડેલા ગરમીમા આવતા ન હોય, ઉથલા મારતા હોય ગર્ભ પરિક્ષણ નિદાન અને સારવાર કરવામાં આવશે. પશુ-ખાતુ ન હોય, આફરો, ઝાડા, ચામડીના રોગો, આઉના રોગો, લંગડાપણું વગેરેનું નિદાન અને સારવાર કરાશે. પશુઓમાં કમ્બોઇ, તણખીયો, પગના મસા, ગાંઠ વગેરે તથા જુના રોગો જેવા કે કબજીયાત, અપચો વગેરેનું નિદાન અને સારવાર કરવામાં આવશે. ઘેટા-બકરાઓને કૃમિનાશક દવા નિદાન કરીને સ્થળ ઉપર જ જરૂરી ડોઝ પીવડાવવામાં આવશે. વાછરડાઓને બર્ડીઝો પઘ્ધતિથી ખસીકરણ કરવામાં આવશે. અને ખરવા મોવાસાની રોગપ્રતિકારક રસી મુકવામાં આવશે.

મોટા ઓપરશેનવાળા પશુઓને 12 કલાક ભુખ્યુ-તરસ્યુ રાખી સારવાર માટે લાવવાનું રહેશે તેમજ પશુઓને સમયસર સારવાર માટે લાવવાના રહેશે. તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવશે. વિશેષ માહિતી માટે પશુ દવાખાના, મોરબીનો મો. 99094 14264 પર સંપર્ક કરી શકાશે. આ કેમ્પમાં મોરબી જિલ્લાના નિષ્ણાંત પશુ ચિકિત્સકો સેવા આપશે. જેનો વધુમાં વધુ લાભ લેવા પશુપાલકોને ભલામણ કરાઈ છે.

- text