ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવો મોરબીની નવયુગ કરીઅર એકેડમી સાથે…

- text


અહીં સર્વશ્રેષ્ઠ ફેશન ડિઝાઈનિંગ કોચિંગની સાથે ફેશન ઈન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવા કાઉન્સિલિંગ પણ અપાય છે

નવયુગ કરીઅર એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગ કોર્સમાં એડમિશન ઓપન : 1 મેથી નવી બેચ થશે સ્ટાર્ટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : અનેક યુવાનોનું સ્વપ્ન હોય છે કે તેઓ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવે, આગળ વધે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. ત્યારે મોરબીના યુવાનોને ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે ચમકતી કારકિર્દી બનાવવાની સુવર્ણ તક નવયુગ કરીઅર એકેડમી આપી રહી છે. નવયુગ કરીઅર એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગનો કોર્સ શીખી યુવાનો પગભર બની શકે છે તેમજ ઈચ્છે તો ફેશન ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી શકે છે. ત્યારે નવયુગ કરીઅર એકેડમીમાં ચાલતા ફેશન ડિઝાઈનિંગના કોર્સની જાણકારી મેળવીએ.

મોરબીના શૈક્ષણિક ક્ષેત્રે માઈલસ્ટોન સમાન છેલ્લા 22 વર્ષથી કાર્યરત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના હંમેશા એવા પ્રયાસ રહ્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓને એજ્યુકેશન મળવાની સાથે સ્કિલ પણ ડેવલપ થાય. આથી, યુવાનોમાં રહેલી કલાને ઉજાગર કરવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ કરીઅર એકેડમીમાં અન્ય કોર્સની સાથે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. મોરબીના રવાપર રોડ પર સ્થિત નવયુગ કરીઅર એકેડમીમાં અત્યાર સુધી 200થી વધુ યુવાનોએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ શીખી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે.

નવયુગ કરીઅર એકેડમીમાં ચાલતા ફેશન ડિઝાઈનિંગ ક્લાસીસની વાત કરીએ તો અહીં સર્વશ્રેષ્ઠ ફેશન ડિઝાઈનિંગ કોચિંગની સાથે ફેશન ઈન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવવા માટે કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. અહીં ફેશન ડિઝાઈનિંગનો કોર્સ એક, બે અને ત્રણ વર્ષનો છે. એટલે કે વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા અને જરુરીયાત મુજબ ઓછામાં ઓછો એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કોર્સ કરી શકે છે. ફેશન ડિઝાઈનિંગના કોર્સમાં સ્ટિચિંગ, એમ્બ્રોડરી, ઇલસ્ટ્રેશન, કટિંગ, પેર્ટન, મટીરીયલની ઓળખ, કલર કોમ્બિનેશન, સ્કેચિંગ સહિતની તાલીમ આપવામાં આવે છે. તથા માત્ર ડ્રેસની બાબતે જોઈએ તો ફર્સ્ટ યરમાં બેબી ગાર્મેન્ટ અને ફીમેલ ગાર્મેન્ટ તેમજ સેકન્ડ યરમાં મેલ ગાર્મેન્ટ અને ફિમેલ ગાર્મેન્ટનું ટીચિંગ આપવામાં આવે છે.

નવયુગ કરીઅર એકેડમીના ફેશન ડિઝાઈનિંગ કોર્સની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને પ્રોડકટ બની ગયા બાદ તેનું માર્કેટિંગ કઈ રીતે કરવું તે પણ શીખવવામાં આવે છે. તેમજ ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને પ્રકારના ડ્રેસ બનાવતા શીખવાડાય છે. આમ, અહીં એ ટુ ઝેડ જરૂરી તમામ તાલીમ આપવામાં આવે છે.

- text

નવયુગ કરીઅર એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગ કોર્સ કર્યા બાદ કારકિર્દી શું?

નવયુગ કરીઅર એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યા બાદ યુવાનો પોતાનું બુટિક ઓપન કરી શકે છે અથવા કોઈ નામાંકિત બ્રાન્ડ સાથે જોડાઈને ફેશન ડિઝાઈનિંગનું કામ કરી શકે છે. ઉપરાંત, ઓનલાઇન કે ઓફલાઈન બિઝનેસ તેમજ ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે કાર્યરત કોલેજ કે યુનિવર્સીટી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી શકાય છે.

આ ફેશન ડિઝાઈનિંગ કોર્સ બાદ યુવાનોને કોસ્ચ્યુમ ડિઝાઈનર, ફેશન આસિસ્ટન્ટ, ફેશન શો ઓર્ગેનાઈઝર, ફેશન કો-ઓર્ડીનેટર, આસિસ્ટન્ટ ડિઝાઈનર, સ્ટાઈલિશ ડિઝાઈનર, એસેસરીઝ ડિઝાઈનર તરીકે કરીઅર બનાવવાની તક સાંપડે છે.

હાલમાં નવયુગ કરીઅર એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગ કોર્સમાં એડમિશન ઓપન થઇ ગયા છે. અને 1 મેથી નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. આથી, ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે ઝંપલાવવા ઇચ્છતા યુવાનો વ્હેલી તકે નવયુગ કરીઅર એકેડમીની મુલાકાત લઇ જાણકારી મેળવી શકે છે. તેમજ ફેશન ડિઝાઈનિંગ કોર્સની ફી, સમય, વિષય કે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 96877 47472 પર સંપર્ક કરી શકે છે.

- text