વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં કાયમી ધોરણે લાગશે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં આ વધારાનો ફર્સ્ટ એસી કોચ તા. 3 મે થી અને ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસમાં તા. બીજી મે થી કાયમી ધોરણે જોડવામાં આવશે. આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે. જેમાં 1 ફર્સ્ટ એસી, 1 સેકન્ડ એસી, 5 થર્ડ એસી, 10 સેકન્ડ સ્લીપર, 4 જનરલ કોચ અને 2 લગેજ વાનનો સમાવેશ થાય છે. તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.

 

- text