રાજ્યમાંથી હજ કમિટી મારફત અંદાજીત 2361 જેટલા અરજદારો હજ માટે જઈ શકશે

- text


મોરબી : હજ-2022 માટે ગુજરાતમાંથી હજ કમિટી મારફત અંદાજીત 2361 જેટલા અરજદારો હજ માટે જઈ શકશે. તાજેતરમાં મળેલ સુચના મુજબ હજ-2022ના કુર્રાહ (ડ્રો)નું આયોજન તા. 26મી એપ્રિલથી 30મી એપ્રિલ દરમ્યાન યોજવાનું આયોજન છે. જેની તારીખ નક્કી થયેથી ટુંક સમયમાં કુર્રાહ (ડ્રો) નું આયોજન રાખવામાં આવશે.

વધુમાં, હજ કમિટી દ્વારા તમામ અરજદારોને પોતાનો પાસપોર્ટ અને હજની ભરવાપાત્ર થતી રકમની તૈયારી રાખવાનું જણાવવામાં આવેલ છે. કીંગડમ ઓફ સાઉદી અરેબિયા હજ મંત્રાલય દ્વારા હજ-2022 માટે રવાનગીના 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ દરેક હજ યાત્રિએ ફરજિયાત કરાવવાનો રહેશે. તેમજ હજ-2022 માટેની તમામ સુચનાઓ/ ફેરફારો માટે https://hajcommittee.gov.in વેબસાઈટ પર ચેક કરતા રહેવા ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈ. એમ. ઘાંચી અખબારી યાદીમાં જણાવેલ છે.

- text

- text