પત્રકારત્વ ભવનના છાત્રોએ તૈયાર કરેલા સામયિકનું વિમોચન તથા શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું

- text


ભાવિ પત્રકારોને પ્રાયોગિક તાલીમ આપવાનો પત્રકારત્વ ભવનનો પ્રયાસ પ્રશંસનીય : પત્રકાર સુનિલ જોશી

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પત્રકારત્વ ભવન દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ આપવમાં આવે છે.પી.જી.ડી.એમ.સી.ના વિધાર્થીઓ દ્વારા પ્રાયોગિક તાલીમના ભાગરુપે તૈયાર કરાયેલા સામયિક લક્ષ્યવેધનું વિમોચન અને એમ.જે.એમ.સી.ના વિધાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મ ઓફ ટ્રેકનું નિદર્શન યોજાયા હતા.પત્રકારત્વ ભવન દ્વારા પત્રકારત્વના વિધાર્થીઓને પ્રાયોગિક તાલીમ મળી રહે તે હેતુસર લક્ષ્યવેધ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે.એમ.જે.એમ.સી.ના અભ્યાસક્રમ દરમિયાન વિધાર્થીઓને ફિલ્મમેકિંગની પણ તાલીમ આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પત્રકારત્વ ભવન દ્વારા ભાવિ પત્રકારોને જે પ્રાયોગીક તાલીમ આપવામાં આવે છે એ પ્રશંસનીય છે એવું પત્રકારત્વ ભવનમાં જીટીપીએલ ચેનલના ઓપરેશનલ હેડ સુનિલભાઇ જોશીએ જણાવ્યું હતું.તા.20ના રોજ પત્રકારત્વ ભવન દ્વારા જીટીપીએલ ચેનલના ઓપરેશનલ હેડ સુનિલભાઇ જોશીના હસ્તે પી.જી.ડી.એમ.સી.ના વિધાર્થીઓ દ્વારા પ્રાયોગિક તાલીમના ભાગરુપે તૈયાર કરાયેલા સામયિક લક્ષ્યવેધનું વિમોચન અને એમ.જે.એમ.સી.ના વિધાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મ ઓફ ટ્રેકનું નિદર્શન યોજાયા હતા.

વિમોચન અને નિદર્શન સમારંભની શરુઆત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જીટીપીએલ ચેનલના ઓપરેશનલ હેડ સુનિલભાઇ જોશીએ વિધાર્થીઓને સંબાધતા જણાવ્યું હતું કે, હું પણ આજ ભવનનો વિધાર્થી રહી ચૂકયો છું અને અહીંથી જે શીખવવામાં આવે છે એ આગળ જતા ઘણું ઉપયોગી થાય છે.આ ભવન પત્રકારોને ઘડવાનું કામ કરે છે. પત્રકારત્વમાં જે પાયાનું જ્ઞાન જોઇએ એ ભવન દ્વારા આપવામાં આવે છે. અહીં વિધાર્થીઓને એટલે કે ભાવિ પત્રકારોને જે પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે એ પ્રશંસનીય છે. લક્ષ્યવેધ અને શોર્ટ ફિલ્મ જે દર વર્ષે બને છે એ બન્ને પ્રાયોગિક તાલીમના ઉદાહરણ છે.

- text

વધુમાં સુનિલભાઇએ વિધાર્થીઓને વાંચન વધારવાની સલાહ આપી હતી અને જીવનમાં ક્યારેય પણ શોર્ટકટ ન અપનાવું એ પ્રગતિ માટે પૂર્ણ વિરામ બની શકે છે એવું જણાવ્યું હતું.પત્રકારત્વ ભવનના અધ્યક્ષ ડો.નીતાબેન ઉદાણીએ જણાવ્યું હતું કે, પત્રકારત્વ ભવનના વિધાર્થીઓને પ્રાયોગિક તાલીમ મળી રહે તે માટે ભવન હંમેશા પ્રયત્નશીલ રહયું છે. પત્રકારત્વ ભવન દ્વારા છેલ્લા 15 વર્ષથી પત્રકારત્વના વિધાર્થીઓને પ્રાયોગિક તાલીમ મળી રહે તે હેતુસર લક્ષ્યવેધ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે. વરિષ્ઠ પત્રકાર,લેખક અને લોકગાયક નીલેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ સામિયક પત્રકારત્વના તમામ પ્રાયોગિક પાસાંઓ શીખે છે.

આ જ રીતે એમ.જે.એમ.સી.ના અભ્યાસક્રમ દરમિયાન વિધાર્થીઓ દર વર્ષે કુશળ ફિલ્મમેકર વિકાસ રાજપોપટના માર્ગદર્શન હેઠળ ફિલ્મ મેકીંગની પ્રાયોગિક તાલીમ મેળવે છે. જેમાં સ્કિપ્ટ રાઇટીંગથી માંડીને એડીટીંગ અને ડબીંગનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે પી.જી.ડી.એમ.સી.નો અભ્યાસક્રમ પૂર્ણ થયેથી વિધાર્થીઓ અઢી માસની ઇર્ન્ટનશીપ દરમિયાન વિવિધ માધ્યમોમાં રુબરુ જઇને તાલીમ મેળવે છે જેથી તેમનો સર્વાંગી વિકાસ થઇ શકે.

લક્ષ્યવેધના વિમોચન અને શોર્ટફિલ્મ ઓફ ટ્રેકના નિદર્શન બાદ હાજર સૌ કોઇએ વિધાર્થીઓની પ્રાયોગિક કામગીરીને બિરદાવી હતી. સમારંભમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ,હિન્દી ભવનના અધ્યક્ષ ડો.બી.કે.કલાસવા,ઇતિહાસ ભવનના અધ્યક્ષ ડો.કલ્પાબેન માણેક સહિત પત્રકારત્વ ભવનના પ્રો.તુષાર ચંદારાણા,ડો.યશવંત હિરાણી,ડો.જીતેન્દ્ર રાદડિયા અને આરતીબેન દોશી સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

- text