હળવદના દિવ્યા પાર્કમાં પાણી નિયમિત આપવા અને સમયમર્યાદા વધારવા માંગ

- text


રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું

હળવદ : હળવદની દિવ્યા પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણી પૂરતા પ્રમાણમાં આવ્યું નથી. પાણીની તંગીથી પરેશાન સોસાયટીના રહીશોએ પાણી આપવાની સમય મર્યાદા વધારવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે દિવ્યા પાર્ક સોસાયટીમાં છેલ્લા 40 દિવસથી પાણી પ્રમાણમાં અપાયું નથી. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. રહીશોને નાછૂટકે પાણીના ટેન્કર મંગાવવા પડે છે. અને આર્થિક મુશ્કેલી વધે છે. અગાઉ પાણી નિયમિત રીતે આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા થોડા દિવસથી પાણી આપવાની સમયમર્યાદા ખૂબ ઓછી છે. જો સમય મર્યાદા વધારવામાં આવે અને પાણીનો સમય 3થી 3:30 કલાક જેટલો કરવામાં આવે તો દરેકના ઘરે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે. આ અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા અંતમાં જણાવાયું છે.

- text

- text