મહેન્દ્રનગર ચોકડી અને રંગપર-બેલા રૂટની રીક્ષાના ભાડા પણ વધ્યા

- text


મહેન્દ્રનગર ચોકડીથી આંદરણા તેમજ રંગપર-બેલાની રૂટની રીક્ષાના ભાડામાં રૂ.10નો વધારો

મોરબી : પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસના ભડકે બળતા ભાવવધારાને લઈને મોરબી શહેરી વિસ્તારમાં અને હાઇવે ઉપર દોડતી પેસેન્જર રીક્ષા ભાડામાં ગઈકાલે ડબલગણો ભાવવધારો થયા બાદ હવે મોરબીના મહેન્દ્રનગર ચોકડી અને રંગપર-બેલા રૂટની રીક્ષાના ભાડાં પણ વધ્યા છે.જેમાં મહેન્દ્રનગર ચોકડીથી આંદરણા તેમજ રંગપર-બેલાની રૂટની રીક્ષાના ભાડામાં રૂ.10નો વધારો કરાયો છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટું, ઉંચી અને નીચી માંડલ, આંદરણા સુધી તેમજ મહેન્દ્રનગર ચોકડીથી રંગપર-બેલા અને પાવડીયારી સુધી જે પેસેન્જર રીક્ષાઓ દોડે છે. તે રીક્ષાના જી.જે.36 ગ્રુપ દ્વારા રીક્ષા ભાડામાં ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ ગામ સુધીના અગાઉ રીક્ષાનું ભાડું રૂ.10 હતું તેમાં વધીને હવે રૂ.20 કરી દેવાયું છે. આવી રીતે દરેક રૂટ ઉપર 10 નો ભાવવધારો ઝીકાયો છે. નવા ભાવવધારા મુજબ મહેન્દ્રનગર ચોકડીથી હવે ઘુંટું સુધી રૂ.20, ઉંચી માંડલના રૂ.30, નીચી માંડલના રૂ 40 અને આંદરણાના રૂ 40 ચૂકવવા પડશે. તેવી જ રીતે મહેન્દ્રનગર ચોકડીથી બેલા અને રંગપર જવા માટે રૂ.30 તેમજ પાવડીયારી જવા માટે રૂ.40નું રીક્ષા ભાડું ચૂકવવુ પડશે.

- text

- text