લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છનાં વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે મોરબીના અગ્રણીની વરણી

- text


મોરબી : લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે મોરબીનાં રમેશભાઈ રૂપાલાની વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સનાં દિવંગત સભ્યોને શ્રધાંજલી, ભાવાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતી.

તાજેતરમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જે. ની ૩૩મી વાર્ષિક ડિસ્ટ્રિક કોન્ફરન્સ સામર્થ્યનું અમરેલી ખાતે વસંતભાઈ મોવલિયા અને લાયન્સ કલબ અમરેલી પરિવારનાં યજમાન પદે યોજાયેલ હતી.જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છની ૮૧ જેટલી લાયન્સ કલબમાંથી ડેલિગેટ તરીકે ૫૪૫ લાયન્સ સભ્યોની ઉપસ્થિત રહેલ. આ તકે લાયન્સ કલબ ઇન્ટરનેશનલનાં ઈન્ટરનેશનલ ડાયરેક્ટર વામશિધર બાબુ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણભાઇ છાજડ, મલ્ટીપલ કાઉન્સિલ જે.પી. ત્રિવેદી, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, મુખ્ય અતિથિ વિશેષ તરીકે તેમજ પૂર્વે ગવર્નર રમેશભાઇ પ્રજાપતિ,બેંગલોરનાં પૂર્વ ગવર્નર ડૉ સંજય, સાથે ડિસ્ટ્રિક ૩૨૩૨ જેનાં પુર્વ ગવર્નરઓ સહિત વિશેષ ઉપસ્થિત રહેલ હતા. આ તકે સૌ પ્રથમ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સનાં દિવંગત સભ્યોને શ્રધાંજલી, ભાવાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતી.

.ત્યારબાદ ૩૩મી વાર્ષિક ડી સ્ટિક કોન્ફરન્સ સામર્થ્ય મીટીંગનાં મુખ્ય એજન્ડા સહિત વિશેષ કરીને નવી ટીમની રચના અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનાં બંધારણ અને કાયદાકીય પ્રોસીજર મુજબ ગવર્નર સહિત તમામ હોદા અને ટીમનાં તમામ ઉમેદવારોનાં પ્રસંગોચિત વકતવ્ય અને પોતાની ઉમેદવારી,દાવેદારી મુખ્ય ઉદ્દેશ્યની ઉપસ્થિત તમામ સભ્યો સમક્ષ રજૂઆત બાદ ચૂંટણી સમિતિ દ્વારા તેઓના નામને બહાલી સાથે રજીસ્ટ્રેશન બાદ ચૂંટણી સમિતિ દ્વારા ડિજિટલ પધ્ધતીથી તમામ સભ્યો મતદાન દ્વારા ત્રણેય મુખ્ય ઉમેદવારોને પોતાના મત આપી પસંદગી કરવામાં આવેલ હતી.જેમાં બપોરે મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા ગવર્નરનાં ઉમેદવાર તરીકે એસ.કે.ગર્ગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જેનાં ગવર્નર તરીકે ,તેમજ પોરબંદરનાં હિરલબા જાડેજા પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તેમજ મોરબીનાં કર્મશીલ યુવા પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલાને 93% ના પોઝીટીવ વોટથી બિનહરીફ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે ચૂંટણી સમિતિ દ્વારા વિજેતા ઘોષિત કરતા ઉપસ્થિત તમામ લાયન્સ પરિવાર તેમજ મહાનુભાવો દ્વારા હર્ષ ભેર કરતાલ ધ્વનિ સાથે વધાવી લઇ અભિનંદન વર્ષા સાથે પોતાની શુભેચ્છા પાઠવેલ હતી.

- text

ઉલેખનીય છે કે મૂળ નાની વાવડીનાં વતની હાલ મોરબી સ્થિત પી.એમ.જે.એફ.રમેશભાઈ રૂપાલા એ નાની વયથી સંઘર્ષ કરી મોરબી ખાતે ફોટોગ્રાફર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી મોરબી ફોટો વિડિયો એશો.નાં પ્રમુખ તરીકે ૧૫ વર્ષ સેવા બજાવેલ તેમજ ઉમિયા પરિવાર સંગઠન સમિતિનાં મોરબી માળિયા ઝોન ઉપપ્રમુખ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટનાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સેવા બજાવતા રમેશભાઈ રૂપાલા એ પોતાની કારકિર્દી માં ઉતરોત્તર પ્રગતિ કરી બાંધ કામ ,જમીન મકાન ક્ષેત્રે ઝંપલાવી તેમાં પણ યશસ્વી સફળતા મેળવી છે. તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છ માં પોતાના યોગદાન સાથે તાજેતરમા જ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ ૩૨૩૨ જેનાં દ્વિતીય વાઇસ ગવર્નર તરીકે ચૂંટાઈ આવતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાંથી તેમનાં બહોળા મિત્ર મંડળ,શુભેચ્છકો દ્વારા અભિનંદનવર્ષા વચ્ચે નમ્રતા પૂર્વક આભાર માનતા રમેશભાઈ રૂપાલા એ પોતાની આ સફળતાનો શ્રેય સૌરાષ્ટ્ર કચ્છની દરેક લાયન્સ ક્લબ અને લાયન્સ પરિવાર મિત્રોને આપ્યો છે.

આ તકે તેઓ દ્વારા તમામ મિત્રોનો આભાર અને લાગણી સભર સહયોગ સાથે, પોતાના પર મુકેલ વિશ્વાસને સવાયો કરી બતાવવા હર હમેશ તત્પર રહેવાની ખાતરી આપતા રમેશભાઈ રૂપાલા એ પોતાની સફળતા ને વ્યક્તિ ગત નહી લેખતા પોતાની સમગ્ર ટીમને યશ આપી રહ્યા છે. તેમજ આવનારા સમયમા તન,મન,ધનથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. નાં અદના સેવક તરીકે લાયનવાદનાં સિદ્ધાંત અને મૂળ ભૂત ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા હર હંમેશ તત્પર રહેવા ખાત્રી નવનિયુક્ત દ્વિતીય વાઇસ ગવર્નર ઇન્ટર નેશનલ લાયન્સ વતી ખાત્રી આપેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text