બળવંતરાય મહેતા આંતરજિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ડાંગ સામે વિજય

- text


મોરબી : આંતરજિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં રમાઈ હતી.જેમાં મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનો ડાંગ જિલ્લા સામે વિજય થયો હતો.

અમદાવાદ ખાતે રમાઈ રહેલી 30 બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન 7 વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા.જેની સામે ડાંગ જીલ્લા પંચાયત 121 રનમાં ઓલ આઉટ થતા મોરબીનો વિજય થયો હતો.જેમાં રાહુલ બલાઈ 79 રન અને 2 વિકેટ મેળવી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા હતા.તેમ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયાની યાદી જણાવાયું છે.

- text

- text