ગરમીથી રાહત મેળવવા જાણી લો રેસિપી ને ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો લસ્સી

- text


ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબાલવૃદ્ધ સૌને ઠંડુ-ઠંડુ પીવું ગમે છે. ગરમીના કારણે ભૂખ ઓછી લાગે છે અને દિવસભર થોડું પ્રવાહી પીવાનું મન થાય છે. ઉનાળામાં છાશ, લસ્સી, સિકંજી, નાળિયેર પાણી, કાચી કેરીનું શરબત પીવાતું હોય છે. આ પીણાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરને સ્વસ્થ રાખી એનર્જી પુરી પાડે છે.

ઉનાળામાં કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કોલ્ડ ડ્રિન્ક તરીકે કેરીની લસ્સી બનાવીને પી શકાય છે. કેરીની લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને વડીલોને પાકેલી કેરીમાંથી બનાવેલી લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે માત્ર થોડી મિનિટોમાં મેંગો લસ્સી તૈયાર કરી શકાય છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા જાણી લો આ રેસિપી ને ઘરે જ બનાવો ટેસ્ટી મેંગો લસ્સી.

મેંગો લસ્સી માટેની સામગ્રી

પાકેલી કેરી – 2
તાજુ દહીં – 2 કપ
પિસ્તાના ટુકડા – 20 ગ્રામ
સ્વાદ માટે – ખાંડ

મેંગો લસ્સી બનાવવાની રીત

- text

1- કેરીની લસ્સી બનાવવા માટે કેરીને છોલીને તેનો પલ્પ કાઢી લો.
2- હવે કેરીના પલ્પના બારીક ટુકડા કરી લો.
3- કેરીના ટુકડા, દહીં અને ખાંડને મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરો.
4- હવે બરફના ટુકડા ઉમેરો અને તેને ફરીથી સારી રીતે બ્લેન્ડ કરો.
5- મેંગો લસ્સી તૈયાર છે. તમે ગ્લાસમાં નાખીને, પિસ્તાથી ગાર્નિશ કરીને ઠંડી-ઠંડી કેરીની લસ્સી સર્વ કરી શકો છો.

- text