મોરબી સીરામીક એસો.ના હોદેદારોની ઉપસ્થિતિમાં ઇન્ડિયન સીરામીકસ એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ

- text


ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીય એક્ઝિબિશનનું આજે ઉદ્યોગમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

મોરબી : ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો આજે ઉદ્યોગમંત્રીના હસ્તે પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.તેમજ 20 દેશો કરતાં વધારે દેશોના મુલાકાતીઓ,ઉદ્યોગકારો અને 5000 થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ આ એક્ઝિબિશન મુલાકાત લેશે. આજે એક્ઝિબિશનના ઉદ્ઘાટનમાં મોરબી સીરામીક એસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા છે.

આજરોજ તા.6 થી 8 દરમિયાન ઇન્ડિયન સીરામીકસ એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે પ્રારંભ કરેલ હતો.જેમાં Messe Muenchen Indiaના CEO ભૂપિન્દર સિંઘ, એલેસાન્ડ્રો લિબેરેટોરી (ટ્રેડ કમિશનર / ટ્રેડ પ્રમોશન ઑફિસના ડિરેક્ટર – ઇટાલિયન એમ્બેસી – નવી દિલ્હી), મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો હરેશભાઈ બોપલિયા પ્રમુખ (વોલ ટાઇલ્સ ડિવિઝન), વિનોદભાઈ ભાડજા પ્રમુખ(ફ્લોર ટાઇલ્સ ડિવિઝન) કિરીટભાઈ પટેલ પ્રમુખ (સેનેટરી વેર ડિવિઝન),ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ, ચીફ ટેકનોલોજી ઓફિસર ડો.બી.એસ.પાટીલ,આર.એ.કે. સિરામિક્સના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ચંદ્રેશ અગ્રવાલ, ઈન્ડિયન સિરામિક્સ સોસાયટીના પ્રમુખ ડો.લલિતકુમાર શર્મા અને રોબર્ટ શોએનબર્ગર – પ્રદર્શન નિયામક હાજર રહ્યા હતા.

આ ત્રિ-દિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજીનું પ્રદર્શન અને અવનવા રો- મટીરીયલ ડિસપ્લે કરવામાં આવેલ હતા.જેમાં 20 દેશો કરતાં પણ વધારે દેશોના મુલાકાતીઓ અને 5000 થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ આ એક્ઝિબિશનની મુલાકાત લેશે.તદઉપરાત ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે.જેથી નવી ટેકનોલોજી અને નવી મશીનરી તથા રો મટીરીયલ્સ થી માહીતગાર થશે અને મોરબીના સિરામિક ઉધોગ માટે નવી ટેકનોલોજીથી વધુ સારી પ્રોડ્કટ કઇ રીતે બની શકે તે બાબતથી માહીતગાર થશે, તેવું જાણવા મળી રહ્યું છે.

- text

- text