ઉદ્યોગોમાં બુધવારે રજા હોવાથી વીજકાપ નહીં પરંતુ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરાયાનો PGVCLનો ખુલાસો

- text


મોરબી જિલ્લામાં કાલે બુધવારે પાવર સપ્લાય સ્ટેગર ડે

મોરબી : રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવેલ એ મુજબ આવતીકાલે બુધવારે મોરબીના ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. અને ઉદ્યોગોમાં બુધવારે રજા હોવાથી વીજકાપ નહીં પરંતુ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરાયાનો PGVCLએ ખુલાસો કર્યો છે.

રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી થયેલ હોય.જે મુજબ મોરબીમાં આવતીકાલે પાવર સપ્લાય સ્ટેગર ડે હોવાથી વીજ સપ્લાય બંધ રહેશે.આવતીકાલે સમગ્ર રાજ્યના ઔદ્યોગિક એકમોમાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ કરવામાં આવેલ નથી.પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા પાડવામાં આવે છે.જેને કારણે રવિવારના દિવસે ઔધોગિક વીજ માંગમાં ઘટાડો નોંધાય છે.

- text

જયારે અઠવાડિયાના અન્ય દિવસોમાં વીજ માંગમાં વધારો રહે છે.પરંતુ રાજ્યના બિનસતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી./એલ.ટી ઔધોગિક એકમો જે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લાને બુધવારે સ્ટેગર ડે (અઠવાડિક રજા) નક્કી કરવામાં આવેલ છે.જેથી કરીને સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે.આથી મોરબી જિલ્લાના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને 24X7 અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે.જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી.

- text