ઓટાળાના યુવાનનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

- text


યુવક રાજ્યમાં RTO ઇન્સ્પેક્ટર વર્ગ-2ની પરીક્ષામાં 11માં ક્રમે ઉતીર્ણ

ટંકારા : સરદાર ધામ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાન GPSC દ્વારા લેવાયેલ RTO INSPECTOR CLASS-2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 11માં ક્રમે ઉતીર્ણ થતા તેમનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.

- text

તાજેતરમાં સરદાર ધામ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસમંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.તેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાન રવિ જગદીશભાઈ ઘોડાસરાનું RTO INSPECTOR માં ઉતીર્ણ થવા બદલ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.ટંકારા તાલુકાના યુવાન રવિ જગદીશભાઈ ઘોડાસરાએ તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલ RTO INSPECTOR CLASS-2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 11માં ક્રમે ઉતીર્ણ થયા હતા.

- text