મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વ ઉજવાશે

- text


જલારામ મંદિરમાં વેશભૂષા સ્પર્ધા યોજી વિજેતા સ્પર્ધકોને ઇનામો અપાશે

મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવશે.જેમાં રામધૂન,5 થી 12 વર્ષના બાળકો માટે વેશભુષા સ્પર્ધા,મહાઆરતી તેમજ દરેક રામભક્તો માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામની જન્મજયંતિ આગામી તા.10ને રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત સાંજે 4 કલાકે રામધૂન,5 કલાકે સર્વજ્ઞાતિય 5 થી 12 વર્ષના બાળકો માટે વેશભુષા સ્પર્ધા,સાંજે 7 કલાકે મહાઆરતી તેમજ સર્વે રામભક્તો માટે મહાપ્રસાદનું આયોજન શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ ખાતે કરવામાં આવ્યું છે.

- text

વેશભુષા સ્પર્ધા વિનામુલ્યે તેમજ સર્વજ્ઞાતિય રાખવામાં આવી છે.જેમાં બાળકોએ રામનો વેશ ધારણ કરવાનો રહેશે.તેમજ 2 મીનીટમાં પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે.સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઈનામો અર્પણ કરવામાં આવશે તેમજ વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો આપવામા આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોવાથી રજીસ્ટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની મો.7069675219 તથા હરીશભાઈ રાજા મો.9879218415 પર સંપર્ક કરવો.રજીસ્ટ્રેશન તા.8ને શુક્રવાર સુધીમાં કરાવવુ અનિવાર્ય છે.

- text