જૂનાગઢમાં પર્વતારોહણ તાલીમમાં સમગ્ર રાજ્યના બાળકો અને યુવાનોને જોડાવાની તક

- text


ફેસબુક પેજ પરથી અરજી ડાઉનલોડ કરી શકાશે

મોરબી : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આયોજિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ તથા ખડક ચઢાણ બેઝિક કોર્સ એપ્રિલ-૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. પર્વતારોહણ પ્રવૃતિમાં રસ ધરાવતા બાળકો- યુવક યુવતીઓ નિયત નમુનામાં અરજી કરી શકશે.

- text

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ તથા ખડક ચઢાણ બેઝિક કોર્સનું આયોજન આગામી એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાનાર છે. ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ, વય મર્યાદા ૮ થી ૧૩ વર્ષ સમય ગાળો ૭ દિવસ, સ્પેશ્યલ એડવેન્ચર કોર્સ વય મર્યાદા ૪૫ થી ૬૦ વર્ષ સમયગાળા ૭ દિવસ ખડક ચઢાણ બેઝિક કોર્સ વય મર્યાદા ૧૪ થી ૪૫ વર્ષ સમયગાળો ૧૦ દિવસની તાલીમ આપવામાં આવશે. આ અંગેનું નિયત ફોર્મ FACEBOOK PAGE SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે કોર્સની તારીખના એક માસ અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વાતારોહણ તાલીમ કેન્દ્ર લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ પીન કોડ ૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫ ૨૬૨૭૨૨૮ પર કરવાનો રહેશે.

- text